________________
(૧) આગમથી
(૨) દેવતાનાં કથનથી
(૩) પ્રતિભાથી
(૪) સ્વપ્નથી
(૫) અરૂંધતી આદિના અદર્શનથી
ઇત્યાદિ આસન્નમૃત્યુના લિંગો છે. આ પ્રમાણે મહાયોગી ઉપરોક્ત લક્ષણો થકી પોતાનું મૃત્યુ આસન્ન આવેલું જાણીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ, રોગાદિની પીડા હોવા છતાં સામાયિક રત્નઃપરમ સમભાવની અલ્પ પણ ક્ષતિ ન આવે તે રીતે પોતાના દેહનો ત્યાગ કરે છે.
(૬) નાસિકા - આંખ - કીકીનાં અદર્શનથી. (૭) કાનથી અગ્નિના અશ્રવણથી.
(૮) સમુદ્રની ભરતીનાં મોજાઓનાં ખળભળાટનું શ્રવણ.
(૯) શરીરનાં દશ સાંધાઓનું ફરકવું.
(૧૦) અ-આ-ઇ-ઈ ઈત્યાદિ બાર અક્ષરોનાં મંત્રજાપનું અસ્મરણ.
·
મરણકાળનાં જ્ઞાન સંબંધી વિશિષ્ટ વર્ણન યોગશાસ્ત્રનાં પાંચમાં પ્રકાશમાં છે. પૂર્વગાથામાં જણાવ્યા પ્રમાણે મહાયોગી મરણકાળનું જ્ઞાન થયા પછી અનશનવિધિમાં અતિશય પ્રયત્ન કરે છે. કારણ કે ફળપ્રધાન સમારંભ હોય છે. તેથી સંયમજીવનમાં યત્ન કરે, અનશનમાં તેના કરતાં પણ વધારે યત્ન કરે છે. જેથી ઉત્તમ ફળ મળે. તેથી જ આચાર્યશ્રી આગળ જણાવે છે કે, “આ કારણથી આ જ ભવમાં અનશનની શુદ્ધિ માટે અતિશય પ્રયત્ન વિશેષ કરવો જોઈએ, કારણ કે આ આત્મા જે લેશ્યાએ મરે છે એ જ લેશ્યાએ વાળા ભવોમાં જ ઉત્પન્ન થાય છે.૧૩૦
મરણકાળે લેશ્માની પ્રધાનતા
સ્થાનાંગસૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર અને પ્રજ્ઞાપનાસૂત્રમાં લેશ્યાના સંબંધમાં વિસ્તારથી નિરૂપણ છે. આગમયુગ પછી દાર્શનિક યુગના સાહિત્યમાં પણ લેશ્યાના સંબંધમાં વ્યાપક રૂપથી ચિંતન થયું છે. આધુનિક યુગમાં વૈજ્ઞાનિકો પણ આભામંડળનાં રૂપમાં તેના ઉપર ચિંતન કરી રહ્યા છે.
•
સામાન્ય રૂપે મન આદિ યોગોથી અનુરંજિત તથા વિશેષરૂપથી કષાયાનું રંજિત જે આત્મ પરિણામો થાય છે, તે જ લેશ્યા છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં લેશ્યાની સાથે કર્મ શબ્દનો પ્રયોગ કરી લેશ્યાને કર્મલેશ્યા કહી છે. કર્મબંધના હેતુ, રાગાદિ ભાવ કર્મલેશ્યા છે. તે લેશ્યાઓ ભાવ અને દ્રવ્યનાં રૂપથી બે પ્રકારની છે.
જે લેશ્યામાં જીવ મરે છે તે લેશ્યાવાળા જ દેવતાદિ ભવોમાં તે ઉત્પન્ન થાય છે. તેવો નિયમ છે. તેથી ઉત્તમ ભવની પ્રાપ્તિ અર્થે મૃત્યુ વખતે અત્યંત નિર્લેપતા જાળવે છે. જેમ નિર્લેપ પરિણતિ અધિક તેમ શુભલેશ્યા અધિક અને જેમ શુભલેશ્યા અધિક તેમ ઉંચા દેવલોકની પ્રાપ્તિ થાય.
દેવોમાં ભવનપતિ અને વ્યંકર દેવોને પ્રથમ ચાર લેશ્યા - કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા,
કાપોત લેશ્યા, તેજો લેશ્યા,
જ્યોતિષી અને પહેલા બીજા દેવલોકમાં ચોથી તેજો લેશ્યા.
90