________________
ત્રીજા ચોથા અને પાંચમાં દેવલોકમાં પાંચમી - પદ્મ લેશ્યા.
છઠ્ઠા લાંતક દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધી છઠ્ઠી - શુક્લ લેશ્યા.
તેથી અનશન વખતે કરાયેલા અપ્રમાદભાવને કારણે ઊંચા દેવભવમાં વિશેષ શક્તિઓ મળેલી હોવાથી પોતાના ભવને અનુરૂપ વિશેષ પ્રકારની યોગસાધના પણ ત્યાં થાય છે. અને તેથી દેવભવમાં ઘણી શક્તિનો સંચય કરીને મનુષ્યભવની પ્રાપ્તિ કરી શીઘ્ર સંસારનો ઉચ્છેદ કરી મોક્ષપદને પ્રાપ્ત કરી શકે છે.
આ પ્રમાણે ગ્રંથકાર શ્રી મરણકાલે લેશ્માની પ્રધાનતા જણાવે છે. પરંતુ એટલા માત્રથી જ આ મરણ મનોહર થતું નથી. તે સ્પષ્ટ પણે જણાવતા કહે છે, “આવી શુભલેશ્યા હોવા છતાં પણ પ્રભુની આજ્ઞાપૂર્વક વર્તે તો જ અહીં મરણકાળે આરાધક કહેવાય છે. અન્યથા તો આવી શુભલેશ્યા અનાદિ સંસારમાં અનેકવાર આવેલી છે.” શ્રી સૂરિજી આ ગાથાથી સજાગ કરે છે કે, “શુભલેશ્યા હોવા છતાં પણ મૃત્યુ સમયે ચતુઃશરણાદિ ભાવનાનાં સેવન સાથે સમ્યગ્દર્શન - સમ્યજ્ઞાન અને સમ્યપ્ચારિત્રનો અવિચલ પરિણામ યોગ રાખે છે તે આરાધક છે. આ રીતે આજ્ઞાયોગ પૂર્વકની જ શુભલેશ્યાએ સમાધિમૃત્યુ પ્રાપ્ત કરી, દેહત્યાગ કરી, આરાધકપણુ મેળવી માનવજીવનને સાર્થક કરે છે. અન્યથા તો આવી શુભલેશ્યા અનાદિ સંસારમાં અનેકવાર આવેલી છે.”3
• ગ્રંથનો ઉપસંહાર
યોગશતક ગ્રંથનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર શ્રી યોગોનો સાર-નિષ્કર્ષ આ પ્રમાણે હિતશિક્ષા રૂપે ફરમાવે છે, “અયોગી અવસ્થાના અર્થી આત્માઓ પ્રભુની આજ્ઞાયોગમાં જ અતિશય વિશેષ સભ્યપ્રયત્ન કરે છે. આજ્ઞાની આરાધના એ જ મોક્ષ છે. શાશ્વત સુખનો સંયોગ છે. ભવનો વિરહ છે અને મુક્તિનો સદા અવિરહ કરાવનાર છે.”
આત્માની પરિણતિને સ્થૂળતાથી સૂક્ષમતા તરફ ગતિ કરાવતો આ ગ્રંથ અમૂલ્ય છે. દરેક મનુષ્યનું અંતિમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિ છે, અને તે પ્રાપ્તિ તરફ આગળ વધવા માટે સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શનરૂપ ગ્રંથ છે.
91