________________
પ્રાપ્તિ થતી નથી.” માટે પોતે પણ પોતાના યતિધર્મમાં તે રીતે ઉદ્યમ કરવાની ભાવના સેવે
જેથી શીઘ્ર અસંગભાવની પ્રાપ્તિ શક્ય બને.
સર્વવિરતિથી
અસંગભાવ
વીતરાગતા →
કેવળજ્ઞાન ->
મોક્ષ
આ પ્રકારે ચિંતન કરીને દેશવિરતિધર કે સર્વવિરતિધર સ્વસ્વના ઉત્તરગુણનાં
બહુમાનને પ્રગટ કરે છે, સાથે સાથે સંસારમાં....
૧) જન્મ અસાર છે
૨) જરાદિનો આશ્રય છે
૩) દુઃખનો સમુદાયી વ્યાપ્ત છે
૪) ધન, યશ, માન, મોભાદિ નાશવંત છે
૫) સ્નેહ અનવસ્થિત છે
–
-
૬) વિષયો ભવોભવમાં પરિભ્રમણ કરાવનાર છે ૭) પાપ કર્મનો વિપાક ભયંકર છે
૮) તીવ્ર પીડાકારી છે
૯) સુખ મિથ્યા વિકલ્પરૂપ છે ૧૦)મૃત્યુ સદા પ્રવૃત્ત છે.
આવા સ્વરૂપવાળા ભવસ્વરૂપનું ચિંતન કરે છે અને વૈરાગ્યમાં વૃદ્ધિ કરે છે. અરિહંત પરમાત્માદિનું ભાવપૂર્વક શરણ એ જ અરતિ - ઉદ્દવેગને ટાળનાર છે. તેવા ચિંત્તવનથી તેઓ સદા જાગ્રત રહે છે.
તદુપરાંત પ્રાપ્ત ગુણસ્થાનકમાં વિચિત્ર કર્મનાં ઉદયથી જો અરતિ થાય તો ભાવથી શરણુ સ્વીકારવાનાં પ્રયત્નોનું કારણ જણાવતા આચાર્યશ્રી જણાવે છે કે, “આ અરતિનું પૂર્વ સ્વરૂપ અકુશલ કર્મનો ઉદય છે. એ પ્રમાણે શ્રી વીતરાગ પરમાત્મા કહે છે કે એ અકુશલ કર્મોદય ભયાદિમાં (ભય-રોગ-વિષમાં) પ્રસિદ્ધ છે. અને તે કર્મોદય ઉપાયોથી સાધ્ય છે.” જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.
કારણ
કાર્ય
શરણ
ભય મોહનીયનો નાશ
ચિકિત્સા
અસાતાવેદનીયનો નાશ
મંત્ર
વિષ (આયુષ્યની અપવર્તના)નો નાશ
આ ગાથા દ્રષ્ટાંતરૂપ છે. દ્રષ્ટાંત સમજાવીને દાર્રાન્તિકમાં જોડતાં કહે છે, “અકુશલ કર્મોદય ઉપસ્થિત થાય ત્યારે ગુરુદેવ જ શરણરૂપ છે, કર્મોદયજનિત રોગ ઉપસ્થિત સામે છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપ રૂપ ક્રિયા ચિકિત્સા છે, અને કર્મજન્ય અજ્ઞાનસ્વરૂપ વિષ સામે સ્વાધ્યાય એ જ મંત્ર છે. તથા આ સ્વાધ્યાય રૂપ મંત્ર જ મોહરૂપ વિષનો પ્રગટ વિનાશક છે.
ઉપરોક્ત ત્રણ ઉપાયો-ગુરુશરણ, તપ, સ્વાધ્યાયમાં યત્નવિશેષ કરવાથી પ્રાયઃ તે પાપકર્મોનો ઉપક્રમ થવાથી ભાવિમાં કોઈ વિઘ્ન આવતું નથી. પરંતુ ગુણ જ પ્રાપ્ત થાય છે. આજ સાચો પરમાર્થ છે. હવે આચાર્યશ્રી કર્મનો ઉપક્રમ કરવા સ્વરૂપ પ્રસ્તુત કાર્યની સાધકવિધિ જણાવે છે.
72