________________
મંગલભૂત કાર્યો કરવા. આ સમયે શુભ નિમિત્તોનો આશ્રય કરવો અને અશુભ નિમિત્તોનો ત્યાગ કરવામાં આવે છે.
વ્રતગ્રહણ પૂર્વની વિધિ +
ક્ષેત્રશુદ્ધિ ગુરુસત્કાર
વ્રતગ્રહણ વિધિ
જિનપૂજા
ચૈત્યવંદન ગુરુવંદન કાર્યોત્સગ
ભાવિનાં ઈષ્ટ-અનિષ્ટ સૂચક નિમિત્તો છે. તેથી નિમિત્તશુદ્ધિ પૂર્વક અપૂર્વ ગુણસ્થાનક સ્વીકારે છે. વ્રતગ્રહણ કરતી વખતે અને કરાવતી વખતે વંદનાદિની આ વિધિ નિમિત્ત સુદ્ધિની પ્રધાનતા પૂર્વક સમ્યક પ્રકારે આચરે છે. અન્યથા કરાયેલી વિધિ પણ વિધિ રહેતી નથી.
(૧) પ્રમાદ દૂર રહે છે.
(૨) વિષયો શાંત થાય છે.
(૩) સ્વાધ્યાયની વૃદ્ધિ થાય છે.
ઉપરનું ગુણસ્થાનક પ્રાપ્ત કર્યા પછી પોતાની અધિક ગુણવાળાઓની જ સાથે અથવા સમાન ગુણવાળાઓની સાથે નિત્ય સહવાસ રાખી તે તે ગુણસ્થાનકે યોગ્ય ક્રિયાઓ અવશ્ય પાળવાની જ છે. તેવા પ્રકારની નિરંતર સ્મૃતિ યુક્ત રહેવાનું આચાર્ય શ્રી જણાવે છે. તેમ કરવાથી
વ્રતગૃહણ સમયની વિધિ
(૪)
(૫)
(૬)
સ્વચ્છંદતાનો નાશ થાય છે.
કષાયો હળવા થઈ જાય છે.
સાંસારિક વિકથાઓ અટકી જાય છે.
ઇત્યાદિ અનેકવિધ લાભો થાય છે. અને નવા ગુણસ્થાનકનાં અનુષ્ઠાનમાં લીન રહે છે. મુમુક્ષુ અને આત્માર્થી એવા આત્માએ જે અપૂર્વ ગુણસ્થાનક પ્રાપ્ત કર્યું છે તેને ટકાવી રાખવા માટે તથા તેમાં વધુ સ્થિર થવા ઉપરોક્ત ગાથામાં ગુણીજનોનો સહવાસ અને કર્તવ્ય પરાયણતા એમ બે ઉપાયો કહ્યા તે રીતે આગળની ગાથામાં બીજા ત્રણ ઉપાયો દર્શાવે છે.
(૧) ઉત્તરગુણ બહુમાન (૨) સમ્યગપ્રકારે ભવરૂપ ચિંતન અને (૩) અરતિ પ્રસંગે અરિહંત પરમાત્મા આદિનું ભાવશરણ સ્વીકારવાના વિશેષ પ્રયત્નો કરે છે.શ્ય
દેશવિરતિ ગુણસ્થાનક સ્વીકારનાર તે શ્રાવકના ઉત્તરભાવિનાં પરિણામો તેમજ સર્વવિરતિધર મુનિનાં પરિણામો કેવા લોકોત્તમ સ્વરૂપનાં છે, તે તે ઉપરના ગુણસ્થાનકનાં સૂક્ષ્મભાવોને વારંવાર શાસ્ત્રોથી જાણે અને પોતે પણ આવુ સત્વ ક્યારે પ્રાપ્ત કરશે કે જેથી સંસારનો ઉચ્છેદ થાય. આ પ્રકારે આલોચના કરીને ઉત્તરગુણનાં બુહમાનને પ્રગટ કરે છે.
71
સર્વવિતરિધર મુનિ પોતાના ઉત્તમ ચારિત્રનું પાલન કરતા કરતા પણ અસંગભાવવાળા સંયમીને વારંવાર યાદ કરે અને વિચારે કે “સંપૂર્ણ અસંગભાવ વગર કોઈ વીતરાગ થતું નથી. અને વીતરાગતા વિના કેવળજ્ઞાન પ્રગટ થતું નથી અને કેવળજ્ઞાન પ્રગટ થયા વિના મોક્ષની