________________
અન્ય દર્શનકારોના મતાંતરથી યોગશુધ્ધિ કરવાનાં ઉપાયો
શુભસંસ્થાનથી
શુભસ્વરથી
શુભસ્વપ્નથી કાયાશુધ્ધિ વચનશુધ્ધિ
મનશુધ્ધિ અન્ય દર્શનકારો ઉપરોક્ત ત્રણ પ્રકારની યોગશુધ્ધિ જણાવે છે. શ્રી હરિભદ્રસૂરિજી ઉપરોક્ત મતને સ્વીકારે તો છે. પરંતુ તે બાહ્ય શુધ્ધિ સાથે જનમત અત્યંતર યોગશુધ્ધિ એમ ઉભય યોગશુધ્ધિને સોનામાં સુગંધ માને છે.
આ પ્રમાણે પ્રાપ્ત ગુણસ્થાનકની સામાન્યથી વિધિ જણાવીને હવે સ્વીકાર્ય ગુણસ્થાનક સંબંધી ઊચિતતાનું વર્ણન કરેલ છે. ૫.૬.૧ નવા ગુણસ્થાનકમાં પ્રવેશવાની વિધિ
ઉપરની ભૂમિકામાં પ્રવેશવા માટે જરૂરી એવી વિધિનું વર્ણન કરતાં આચાર્યશ્રી જણાવે છે કે, “શુભદ્રવ્યાદિમય નિમિત્તોના સમૂહને અંગીકાર કરીને સુગુરુની સમીપે વિધિપૂર્વક ઉપરનું ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે તે જ સાચો ઉપાય છે. (૧) શુભદ્રવ્ય : ઉત્તમ વસ્ત્ર પરિધાન, શુધ્ધ અક્ષત, શ્રીફળ, આસોપાલવાદિ ઉત્તમ
દ્રવ્યોનો મંડપ ઈત્યાદિ હોય ત્યાં ઉપરનું ગુણસ્થાનક સ્વીકારે. (૨) શુભક્ષેત્ર : તીર્થક્ષેત્ર, તીર્થંકરની કલ્યાણક ભૂમિઓ, વારંવાર સામાયિકાદિ
ધર્માનુષ્ઠાનો કરાતાં હોય તેવા સ્થાનકો ઈત્યાદિ. (3) શુભકાળ .: શુભમુહુર્ત, સારો દિવસ, સારું નક્ષત્ર, સારો યોગ ઈત્યાદિ. જોઈને
ગુણસ્થાનક સ્વીકારે. (૪) શુભ ભાવ : સ્વીકારવામાં પોતાનો વધતો જતો ઉત્સાહ. (૫) વિધિપૂર્વક પ્રવૃત્તિ : ભાવથી પોતાનાથી અધિક ગુણવાળા, વિધિનાં જાણકાર, મહાપુરુષ
એવા સુગુરુ પાસે વ્રત સ્વીકારે. (6) વિધિપૂર્વક પ્રવૃત્તિ : વ્રત સમ્યક પરિણમનમાં વિધિની પ્રધાનતા છે. પ..૨ અપૂર્વગુણસ્થાનકનો પ્રાપ્તિ માટે વિશેષવિધિ
વ્રતગ્રહણ એ જીવનનું એક અમૂલ્ય કાર્ય છે. તેથી તેની પૂર્વે ઉપરોક્ત માંગલિક કાર્યો કરવા પૂર્વકનું વ્રતગ્રહણ થાય છે. વ્રતગ્રહણ કરતી વખતે અને કરાવતી વખતે વંદનાદિની આ વિધિ નિમિત્ત શુધ્ધિની પ્રધાનતા પૂર્વક સમ્યક પ્રકારે કરાયેલી વિધિ જ અપૂર્વ બની રહે છે. અન્યથા કરાયેલી વિધિ તે વિધિ રહેતી નથી. એટલે કે, અણુવ્રત અથવા મહાવ્રતાદિ વ્રતો ગ્રહણ કરવા સમયે પ્રથમ ક્ષેત્રશુધ્ધિ, ગુરુજીના વસ્ત્ર-પાત્ર-આહાર-ઔષધાદિ વહોરાવવા પૂર્વક સત્કાર કરી ગુરુદેવને વંદન કરી ચૈત્યવંદન-ગુરુવંદન અને યથાયોગ્ય કાર્યોત્સર્ગાદિ રૂપ
70.