________________
પાડ યોગસાધના દ્વારા ગુણસ્થાનકે જવાની વિધિ
સમ્યગ ઉપદેશ સાંભળીને દેશવિરતિ ચારિત્રવાન કે સર્વવિરતિ ચારિત્ર્યવાન આત્માઓમાં પરિણામ પામ્યા પછીની કાર્યગત વિધિ જાણવા માટે આચાર્યશ્રી ઉપદેશ પરિણત થયે છતે; પોતાની ભૂમિકા મુજબ અધિક ગુણસ્થાનમાં પ્રવર્તતી વિધિ સામાન્યથી અત્યંત નિપુણપણે જ્ઞાન મેળવવાનું કહે છે. આ સામાન્ય વિધિમાર્ગ દેશચારિત્રવાન અને સર્વચારિત્રવાન એમ પાછળનાં બે યોગીઓને જ વિચારવાનો છે. કારણ કે તેઓ તેટલી ઉચ્ચ ભૂમિકા એ છે. ગુણસ્થાનકની યોગ્યતા જાણવાનાં ઉપાયભૂત ત્રણ કારણો (૧) નિજસ્વભાવ આલોચન
પોતાના સ્વભાવાદિનું અવલોકન કરવા દ્વારા તે તે ગુણસ્થાનકે પ્રવૃત્તિ કરવી. (૨) જનવાદાગમ
પોતાનામાં કયા ગુણસ્થાનકની સંભાવના લોકો કરે છે તે જાણી તેને અનુરૂપ પ્રવૃત્તિ કરવી કારણ કે શિષ્ટ પુરૂષો સદા માનનીય હોય છે. (૩) યોગશુધ્ધિ
મન - વચન - કાયાની પ્રવૃત્તિની શુધ્ધિ. પોતાનાં મનવચનકાયાનાં યોગો કયા ગુણસ્થાનકની સિધ્ધિમાં સાધક બનશે. તેનાં વિચારોથી યોગશુધ્ધિનું નિયમિત ચિંતન, પોતાના યોગોને પ્રતિકુળ ગુણસ્થાનક અનિષ્ટ ફળ આપનાર બની શકે છે.
ગુણસ્થાનકનાં સ્વીકારને અનુરૂપ યોગશુધ્ધિ કરવાના ઉપાયો
નિરવદ્ય ગમનાદિથી નિરવદ્ય વચનપ્રયોગથી શુભ ચિંતવન દ્વારા કાયાની શુધ્ધિ - વચનની શુધ્ધિ
મનની શુધ્ધિ ૧. કાયાની મુખ્ય ત્રણ પ્રવૃત્તિ: ગમન, આસન, સ્થાન
કાયા ગમનમાં પ્રવર્તે ત્યારે ઈર્ષા સમિતિ સાચવવી. આસનાત્મક બને ત્યારે પદ્માસન - પર્યકાસન આદિ આસનો સાચવવા. સ્થાનાત્મક બને ત્યારે વિવેક યુક્ત કાયા રાખવી. પ્રાપ્ત ગુણસ્થાનક શોભાયમાન બને
અને સ્વીકાર્ય ગુણસ્થાનક નિકટ આવે તેવી કાર્યશુદ્ધિ જાળવવી. ૨. વચન શુધ્ધિ દ્વારા પ્રિય (મીઠું-મધુર), પથ્ય (સ્વ-પરહિતકારી), તથ્ય (સત્ય-યથાર્થ)
એવા વચનો બોલવા. ૩. મનગુપ્તિ પાળવા દ્વારા મનની શુધ્ધિ સાચવવી.