SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વતના શિખર ઉપરથી પાતાળનાં તળીએ પડવા જેવું બને. માટે પોતાના આત્મહિત લક્ષે તેમાં છિદ્રના પડે નહી તેવી સાવધતા રાખે છે. શ્રી ધર્મદાસગણિજીએ ઉપદેશમાલામાં પાંચ મુખ્ય છિદ્રો દર્શાવ્યા છે." શ્રી ધર્મદાસગણિજી તીર્થંકર મહાવીર સ્વામીનાં હસ્તદીક્ષિત હતા. (૧) આત્મપ્રશંસા (૨) પરનિન્દા (3) રસલાલસા (૪) કામવાસના (૫) કષાયો. (૮) શુધ્ધ ઉચ્છજીવન - ગોચરીચર્યા જીવન શુધ્ધ એટલે કલ્પનીતિ મુજબ જે જે કાળે અને જે જે કારણે જે રીતે ભિક્ષાચર્યા વિહિત છે, તે તે કારણે તેજ રીતે ભિક્ષાગમન અને તે સમયે દોષોનાં પરિત્યાગ સાથેનું ભિક્ષા ગ્રહણ તે સુપરિશુધ્ધ શુધ્ધોઋજીવન મુનિ ભગવંત જીવે છે. (૯) વિધિપૂર્વક સ્વાધ્યાય વાચના-પૃચ્છના-પરિવર્તના-અનુપ્રેક્ષા અને ધર્મકથા સ્વરૂપ પાંચ પ્રકારનો સ્વાધ્યાય વિધિપૂર્વક એટલે કે ભક્તિ-બહુમાનથી દેવ-ગુરુને પ્રમાણ સાથે, હૈયામાં પૂજ્યતાની પરાકાષ્ઠા ધારણ કરીને, જ્ઞાન-જ્ઞાની-જ્ઞાનનાં સાધનો પ્રત્યે અતિશય આદરમાનથી સાધુ ભગવંત નિત્ય સ્વાધ્યાય આદરે છે. વિધિપૂર્વકનો સ્વાધ્યાય અપ્રમત્તતાનું એક અદ્દભૂત સાધન છે. યતિજનો માટેનાં ઉપદેશનો એ વિષય છે. (૧૦) મરણાદિ અપેક્ષણ મરણનાં બે પ્રકાર દ્રવ્યમરણ : ઇન્દ્રિયાદિ દશવિધ દ્રવ્યપ્રાણોનો જે વિયોગ તે દ્રવ્યમરણ. ભાવમરણ : આત્માનું પૌદ્દગલિક ભાવોમાં અંજાવું, સાંસારિક સુખોની અતિશય આસક્તિ તે પ્રમાદ છે. ભાવમરણ છે. પોતાની દરરોજની અપ્રમતપણે પ્રવર્તતી રત્નત્રયીની સાધનાનાં કાળ દરમ્યાન મરણાદિનું અપેક્ષણ કરવાથી શક્ય પ્રયત્ને રત્નત્રયીની સાધના ઉત્કટ બનાવવાની સરળતા થાય છે. આ પ્રમાણે યોગશતક ગ્રંથમાં કહેલો સંક્ષેપમાં કુલ-૧૦ પ્રકારનો સદુપદેશ ઉત્તમ સદ્દગુરૂદેવ પોતાના શિષ્યોને તેઓનાં આત્મહિત માટે નિસ્પૃહભાવે આપે છે. ઉપદેશક ગુરૂદેવ અવિષયમાં ઉપદેશ, વિષયમાં વિપરીત ઉપદેશ તે અનુપદેશ છે. અને બંધનું નિમિત્ત બને છે. તેમજ ઉચિત ઉપદેશ યોગ થાય છે. (૧) (૨) આ પ્રમાણે દરેકની ભૂમિકાને યોગ્ય ઉપદેશ આપવાથી મહાન લાભ થાય છે. પરંતુ અયોગ્ય-ભવાદિનંદી જીવોને આપેલો ઉપદેશ, તેમ જ ભૂમિકાની યોગ્યતા વિના આપેલો ઉપદેશ નિષ્ફળ જાય છે. એટલું જ નહિ, પણ કવચિત્ મહાન અનર્થ ઉત્પન્ન કરે છે. પૂર્વોક્ત ગાથાઓમાં ઉપદેશ આપવાની તમામ વિધિના વિસ્તૃત નિરૂપણ બાદ આગળની કાર્યગત વિધિમાર્ગ પ્રાયઃ સાધારણ પણે અતિશય નિપુણતાપૂર્વક શ્રોતાઓએ પોતે જ જાણવા જેવો છે તેનું નિરૂપણ છે.૨૦ 68
SR No.007277
Book TitleYogshatak Granth Ek Aadhyayan
Original Sutra AuthorN/A
AuthorJagruti Nalin Gheewala
PublisherAntarrashtriya Jainvidya Adhyayan Kendra
Publication Year2011
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy