________________
૫.૫.૨ યોગમાર્ગનાં પંથે સર્વવિરત ચારિત્ર્યવાન
ગુરુદેવ શ્રાવકને અણુવ્રતાદિનાં વિષયવાળો ઉપદેશ આપે છે. તેમજ સર્વવિરતિધર મુનિઓને સાધુ સમાચારીનો ઉપદેશ આપે છે. • સર્વવિરત ચારિત્રવાન મુનિને અપાતા ઉપદેશનું સ્વરૂપ (૧) ગુરુકુળવાસ
ગુરુકુળવાસ એ સાધુસંતોનો મૂલગુણ છે. ગુરુની સાથે વસવું. ભગવતી સૂત્રમાં બુર્ત મયા માવત” અર્થાત “ભગવાનની સાથે વસતા એવા મારા વડે સાંભળવું” આ પ્રકારનો પાઠ ગુરુકુળવાસમાં પ્રમાણભૂત છે. ગુણિયલ ગુરુની નિશ્રામાં આ આત્મા વિચરે તો જ્ઞાનીના યોગથી યોગમાર્ગમાં ઉત્તમ પરિણામ શક્ય બને છે. ગુરુને આત્મસમર્પણ અને સત્યપાલનએ ગુરુકુળવાસનો મર્મ છે. (૨) ઉચિત વિનયકરણ
સદ્દગુરુને પરતંત્ર રહી જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃધ્ધિ થાય તેવા પ્રકારનાં ઉચિત વિનયકરણ દ્વારા સર્વ ધર્મક્રિયાઓમાં અનંત ઉપકારી પરમાત્માની આજ્ઞા અનુસરવાની છે. (૩) વસતિ પ્રમાર્જનાદિ
દેશવિરતિ શ્રાવકનાં જીવન કરતાં સર્વવિરતિ મુનિનું જીવન મોક્ષ માટે નિકટનું કારણ છે. તેથી જ ત્યાં ક્રિયામાર્ગ સવિશેષ છે. તેથી જે જે સમયે મુનિજીવનમાં વસતિ પ્રમાર્જના, ચૈત્યવંદન, પ્રતિક્રમણ, પડિલેહણ આદિ ધર્મકાર્યોમાં કાળની અપેક્ષાએ બહુમાન સહિત યથાયોગ્ય પ્રવૃત્તિ થાય છે. (૪) શારીરિક બળનું અનિગૂહન
| સર્વવિરતિધર જીવાત્મા ઉચિત પ્રવૃત્તિમાં શરીરબળને ગોપવતાં નથી. યથાશક્તિ તપ અને સંયમમાં પ્રવર્તે છે.
(૫) પ્રશાંતભાવે પ્રવર્તન - -
સાધ્વાચારની સર્વ પ્રવૃત્તિમાં પ્રતિકુળ કે સાનુકૂળ સંજોગોમાં મનની સમવૃત્તિથી પ્રશાંત ચિત્તથી પ્રવર્તન કરે છે. (૬) ગુરઆજ્ઞામાં નિજલાભ ચિંતન
ગુરુજીનાં વચનને અનુસરવામાં જ કર્મોની નિર્જરા થવા સ્વરૂપ નિકલાભ ચિંતન મારા આત્માને હિતકારી છે એવું ચિંતન રાખે છે. (૭) સંવરમાં નિછિદ્રતા
સાધુજીવનમાં કર્મોન રોકવા માટે પ૭ ભેદોવાળો સંવર - ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના, ૨૨ પરિષહો અને ૫ ચારિત્ર જો આ પ્રાપ્ત સંવરધર્મ છિદ્રવાળો બને તો ઊંચા એવા