________________
(૧) સામાયિક ચારિત્ર
સમતાભાવની પ્રાપ્તિ. સંસારનાં સર્વ સંજોગોનો ત્યાગ કરી સાધુજીવન. પ્રથમ અને ચરમ તીર્થંકર પ્રભુનાં શાસનમાં જે લધુ દીક્ષા અપાય છે તે ઈવરકથિત સામાયિક તથા મધ્યનાં ૨૨ તીર્થંકરનાં મુનિઓનું જીવનપર્યતનું ચારિત્ર તે યાવન્કથિત સામાયિક. (ર) છેદોપસ્થાપ્ય ચારિત્ર
એકવાર ચારિત્ર લીધા પછી નવું ચારિત્ર આરોપણ કરાય તે પ્રાથમિક દીક્ષા આપ્યા પછી યોગ્યતા જણાય તો વડી દીક્ષા પછીનું જે ચારિત્ર તે છદોપસ્થાપનીય ચારિત્ર. (૩) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર
પરિહાર એટલે તપવિશેષ તેનાથી થનારી જે શુધ્ધિ વિશેષ તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર ૨ (૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર
જ્યાં માત્ર સૂક્ષ્મલોભ કષાય જ બાકી છે. બીજા કષાયો ઉપશમાવ્યા છે તે અવસ્થાનું ચારિત્ર તે સૂક્ષ્મ સંપરાય ચારિત્ર. (૫) યથાખ્યાત ચારિત્ર
સંપૂર્ણપણે કષાય વિનાનું વીતરાગ અવસ્થાનું ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર.
આ પ્રમાણે પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર ઉત્તરનું ચારિત્ર વિશેષ શુધ્ધિવાળું છે. ચારિત્રનાં સર્વ ભેદોમાં અંતિમ ભેદ વીતરાગ ચારિત્રનો છે. તે વીતરાગમાં પણ ઔપશમિક વીતરાગ અને અંતિમ ક્ષાયિક વીતરાગ છે. પરંતુ સમતાભાવવાળુ સામાયિક અનેકવિધ શુદ્ધિવાળું કહ્યું છે. શ્રી સૂરિજી કહે છે કે, “શાસ્ત્રોમાં જે નિષિદ્ધ ભાવો છે તેના ઉપર અલ્પદ્રેષ કરવાથી કે રાગ કરવાથી જે સામાયિક છે તે અશુદ્ધ છે.” ઉરોક્ત જણાવેલ શુદ્ધ સામાયિક ચૌદ પૂર્વાદિનાં વિશિષ્ટજ્ઞાનથી અને ચારિત્ર્ય મોહનીયરૂપ આવરણકર્મને ભેદવાથી શુદ્ધ સામાયિકની પ્રાપ્તિ થાય છે. સર્વત્ર સમભાવવાળા આયા યોગી મુનિઓની ભિક્ષાટન એટલે કે - આહાર, નિહાર અને વિહાર આદિ સર્વ ધર્મક્રિયા આજ્ઞાયોગથી અથવા પૂર્વસંસ્કારોથી થાય છે. જે કારણથી પૂર્વસંસ્કારોને લીધે આ ધર્મક્રિયાઓ આત્મસાત થયેલી છે. તેઓને કોઈ વાંસલાથી છેદે કે કોઈ ચંદનથી પૂજે તે બંને અવસ્થામાં સમભાવવાળા, સુખ અને દુઃખ બંને અવસ્થા સમાન છે, સંસાર અને મોક્ષ બંને વિશે અપ્રતિબદ્ધ સ્વભાવવાળા હોઈ તેઓને મુનિ કહ્યા છે. - દેશવિરતિ ચારિત્રવાનને અપાતા ઉપદેશનું સ્વરૂપ
ત્રીજા મોક્ષપથિક દેશવિરતિધર આત્માને જુદા જુદા પ્રકારનો જે પ્રકારે સર્વવિરતિને પ્રાપ્ત કરવાનું કારણ બને તે પ્રકારે અધિક અધિક ઉત્તમયોગોના સાધક, સામાયિક આદિના વિષયવાળા, નય નિપુણ ભાવપ્રધાન ઉપદેશ સદ્દગુરુ દ્વારા આપવામાં આવે છે.
65