________________
આમ, ગુરુદેવ અપુનર્બન્ધક જીવાત્માની પાત્રતાવાળા જીવોને લૌકિક ધર્મમાર્ગમાં સ્થિરતા લાવવાનો પ્રયત્ન કરે છે. આગળની ગાથામાં લૌકિક ઉપદેશનાં કારણો જણાવતા આચાર્યશ્રી કહે છે કે, “જેમ જંગલમાં માર્ગથી ભૂલો પડેલો માનવી (માર્ગાભિમુખ એવા) ઉન્માર્ગે ચાલતા છતાં પણ માર્ગમાં આવે છે. તેમ અપુનર્બન્ધકાદિ મંદમિથ્યાત્વી જીવોનું આવા ઉપદેશથી જ માર્ગમાં આવવાનું કારણ બને છે.” આ પ્રથમ કાલે તો આવા જીવોને લૌકિક ધર્મમાં જ વધુ સ્થિર કરવા માટેનાં ત્રણ કારણો છે.
લૌકિક ધર્મમાં સ્થિર કરવાનાં કારણો
વિશિષ્ટ બુધ્યભાવ
જેમ પહેલી-બીજી કક્ષાનાં બાળકને બારમા ધોરણનું
ગણિત-વિજ્ઞાન સમજાવવું નિરર્થક રહે છે. તેમ લોકોત્તર ધર્મની ઠંડી
સૂક્ષ્મ વાતોથી તેમનો બુદ્ધિ ભેદ નિરર્થક બને છે.
અપુનર્બન્ધકાદિ જીવોમાં જે સરળતા, ગુણગ્રાહિતા, લોકધર્મ, પ્રીતિમતા, ભદ્રિકતા આદિ ભાવો છે તે જ તેઓને કાલાન્તરે સત્યમાર્ગે ચડાવવાનાં મહાન કારણો બને છે. અપુનર્બન્ધક જીવ એ પ્રથમ ગુણસ્થાન-મિથ્યાત્વ ગુણસ્થાનની હીયમાન - ઘટતી જતી અવસ્થા અને ચતુર્થ ગુણસ્થાન-અવિરતસમ્યદ્રષ્ટિ ગુણસ્થાનની કે ગ્રંથિભેદની પૂર્વસ્થિતિમાં હોય છે.
આ અપુનર્બન્ધકાદિ ચાર પ્રકારના યોગી જીવો વડે પોતપોતાની ભૂમિકાને ઉચિત જે જે અનુષ્ઠાનો જિનેશ્વરભગવાનની આજ્ઞાયુક્ત કરાય તે સર્વ અનુષ્ઠાન યોગ છે. કારણ કે શાસ્ત્રમા કહેલા યોગના લક્ષણો - અકુશળએવી ચિત્તવૃત્તિનો નિરોધ, કુશળ ચિત્તવૃત્તિમાં પ્રવૃત્તિ અને મોક્ષની સાથે આત્માનું ગુંજન, એમ ત્રણેય લક્ષણો વડે યુક્ત હોવાથી આ ધર્માનુષ્ઠાનોને યોગ કહે છે.૧૯
વિક્ષેપનો અભાવ
તેમનાં માનેલા ધર્મમાં
ગુરુદેવ વિક્ષેપ કરતાં નથી
ગુણમાત્રરાગ ભાવ
ગુણીજીવોનાં ગુણ ઉપરનો રાગ જ કાલાન્તરે સત્યધર્મ પ્રાપ્તિનું મહાબીજ બને છે
૫.૪ યોગમાર્ગનાં દ્વિતીય અધિકારી - સમ્યદ્રષ્ટિ
યોગમાર્ગનાં બીજા અધિકારી સભ્યદ્રષ્ટિ છે. સમ્યદ્રષ્ટિને યોગમાર્ગને સમજવા માટેની નિર્મળ દ્રષ્ટિ પ્રગટેલી છે. તેને યોગ્ય ઉપદેશ સામગ્રી મળે તો ક્રમસર દેશવિરતિ અને સર્વવિરતિ ગુણસ્થાનકને પણ પામવા સમર્થ બની શકે છે. આચાર્યશ્રી સમ્યગ્રષ્ટિનાં લક્ષણો જણાવે છે.
60