________________
ચૌદ ગુણસ્થાનક અને તેનાં મુખ્ય લક્ષણો પરિશિષ્ટ-૧૦માં આપેલ છે.
સઝષ્ટિનાં લિંગો
શુષા ધર્મરાગ
યથાશક્તિ ગુરુ અને દેવની
વૈયાવચ્ચનો નિયમ (૧) શુશ્રષા
ધર્મશાસ્ત્રોનાં વિષયમાં સાંભળવાની અતિશય ઉત્કંઠાને શુશ્રષા કહેવાય છે. જે ચોથા ગુણસ્થાનાદિ સમ્પન્ન સમ્યદ્રષ્ટિ આત્માઓનું પ્રથમ લિંગ છે. (૨) ધર્મરાગ
ધર્મને વિષે અત્યંત આસક્તિ, પક્ષપાત, શારીરિક, પારિવારિક, સમયની અને સહકારી સાધનોની અનુકૂળતા ઈત્યાદિ સામગ્રીની વિકલતાનાં કારણે કદાચ તે તે ધર્મકાર્યો ન કરી શકે તો પણ ધર્મકાર્યો પ્રત્યે મજાનો સંપૂર્ણ અનુબંધ, પ્રીતિવિશેષ તે ધર્મરાગ છે.
જેમ કોઈ દરિદ્ર બ્રાહ્મણ વિશેષને ઘીથી ભરપુર ઘેબરનું ભોજન મળે તેના ઉપર તે બ્રાહ્મણને જેવો રાગ હોય તેનાથી પણ અધિક રાગ ધર્મકાર્યોમાં હોય તેને ધર્મરાગ કહે છે. (૩) ગુરુ-દેવાદિની યથાશક્તિ વૈયાવચ્ચ
સમ્યગ્દષ્ટિને ચારિત્ર પ્રત્યે અત્યંત રાગ હોય છે તેથી ચારિત્રને બતાવનારા તીર્થંકર પરમાત્મા પ્રત્યે અત્યંત બહુમાનભાવ હોય છે. ધર્મ પ્રત્યે અત્યંત રાગનાં કારણે જ પોતાને એવા પ્રકારનાં ઉત્તમોત્તમ ધર્મને સમજાવનારા અને પ્રાપ્ત કરાવનારા ગુરુદેવનું વૈયાવૃત્ય અત્યંત ઉત્સાહથી કરે છે.
જે આત્માને ધર્મ ગમે, તેને ધર્મના ઉપદેશક પણ ગમે જ. ગુરુ અનંતર ઉપદેશક છે. દેવ પરંપરાએ ઉપદેશક છે. માટે તે ગુરુ અને દેવ પણ ગમે જ. તેઓ ઉપર ભક્તિ - બહુમાનભાવ આવે જ તેથી આ વૈયાવચ્ચે ત્રીજું લક્ષણ છે. ચિંતામણી રત્નનાં ગુણને જાણનારને ચિંતામણી પ્રત્યે જેવી ભક્તિ છે. તેનાં કરતાં અનંતગણી ભક્તિ, ગુણવાન અને ગુરુ અને પરમાત્માનાં વૈયાવચ્ચનાં ફળને જાણનારા સમ્મદ્રષ્ટિ જીવને દેવ - ગુરુ પ્રત્યે હોય છે.
આ પ્રમાણે શઋષા, ધર્મરાગ અને ગુરૂદેવનાં વૈયાવચ્ચનો નિયમ સમ્યઝષ્ટિનાં લિંગો છે. શ્રી જિનેશ્વર દેવોએ પ્રરૂપેલા તત્વનાં વિષયમાં સમ્યક્ઝષ્ટિ જીવોને તીવ્રભાવ હોય છે. ૫.૪.૧ ઉપદેશના અંગો
સમ્યદ્રષ્ટિ જીવોને લોકોત્તર ધર્મવિષયક અણુવ્રતાદિને આશ્રયીને શ્રોતાનાં તેવા પ્રકારનાં ભાવને પ્રાપ્ત કરીને, પરિશુધ્ધ આજ્ઞાયોગથી ગુરુદેવ ઉપદેશ આપે છે.
-
61
-