________________
છે. એમ સમજી હૃદયથી તે સંસારને, સાંસારિક ભાવોને બહુમાન આપે નહિ. સંસારની પ્રવૃત્તિ હોવા છતાં મનની પ્રીતિ ન હોવાથી ભવ પ્રત્યે બહુમાનનો અભાવ હોય છે. આથી જ ભવનાં વિરહ માટે ધર્માદિનાં વિષયમાં સર્વત્ર ઉચિત આચરણનું સેવન હોય છે. જે અપુનર્બન્ધક દશાનું ત્રીજુ લિંગ છે. (3) સર્વત્ર ઉચિત આચરણ
અપુનર્બન્ધક જીવાત્મા સર્વ સ્થાનોમાં ઉચિત આચરણ જ કરે, ધાર્મિક કાર્યોમાં પોતાની શક્તિ ન છુપાવે તદુપરાંત વ્યવહારિક કાર્યોમાં પણ ધર્મની નિંદા થાય તેવું આચરણ ન કરે.
આવા પ્રકારનાં ત્રણ લક્ષણોવાળા જીવ માર્ગાનુસારિતાને પ્રાપ્ત કરવાથી મયુરશિશુ સમાન અપુનર્બન્ધક કહેવાય છે. મયુરનું નાનું બચ્યું એટલે કે ઢેલનું બચ્ચું બરાબર માતાની પાછળ પાછળ જ ચાલે. તેને ન ટોકવું પડે કે ન શીખવાડવું પડે તેવી રીતે આ આત્મા પણ સરળ પરિણામી બનવાથી બરાબર માર્ગને અભિમુખ જ ચાલે.
પંન્યાસજી શ્રી ચન્દ્રશેખર વિજયજીનાં લખાયેલા “શૂન્ય બનીને પૂર્ણ બનો” પુસ્તકમાં સર્વત્ર ઉચિત આચરણની બાબતમાં આ પ્રમાણે વધુ સ્પષ્ટ નિર્દેશ પ્રસંગોપાત કરેલ છે. • પુરુષનો સ્વધર્મ : માતા પ્રત્યે ભક્તિ, પત્ની પ્રત્યે પ્રીતિ, સદાચાર, નારી સન્માન, બાળશિક્ષણ
અને રાષ્ટ્ર પ્રતિ સન્માન • રાજાનો સ્વધર્મ : દુષ્ટોને દંડ, સજ્જનોની સેવા-નિષ્પક્ષતા, રાષ્ટ્રની સેવા, ન્યાયમાર્ગે અર્થ
સંવર્ધન • સ્ત્રીનો સ્વધર્મ : શીલપાલન, બાળસંરક્ષણ, પતિસેવા, કુટુંબસંભાળ. • ગુરુનો સ્વધર્મ : શિષ્ય પ્રત્યે વાત્સલ્યભાવ. • શિષ્યનો સ્વધર્મ : ગુરુ પ્રત્યે સમર્પણભાવ. ઈત્યાદિ..... ૫.૩.૨ અપુનર્બન્ધક જીવોને આશ્રયી ઉપદેશનાં કથનનું સ્વરૂપ
ગુરુ ઉપરોક્ત લક્ષણો દ્વારા અપુનર્બન્ધક જીવોની પાત્રતા જાણીને જે ઉપદેશ આપે છે તેનું સ્વરૂપ આ પ્રમાણે હોય છે..
ગુરુ દ્વારા અપાતા લોકવિષયક ધર્મનો ઉપદેશનું સ્વરૂપ
લોકવિષયક ગુરુ-દેવાદિને આશ્રયીને ઉપદેશ
ઉપદેશ ૧) પરપીડા ન કરવી ૧) ગુરુ-દેવ-અતિથિની પૂજા કરવી ૨) સત્ય બોલવું ૨) ગુરુ-દેવ-અતિથિનો સત્કાર કરવો
૩) ગુર-દેવ-અતિથિનું સ્નામાન કરવું
દીન-દાનાદિને આશ્રયીને
ઉપદેશ ૧) દીનને દાન આપવું ૨) તપસ્વીઓનું બહુમાન ૩) રાત્રિભોજન ન લેવુ ૪) માંસ ન ખાવું ૫) વ્યભિચાર ન સેવવો
_