________________
આવર્ત તરીકે ઓળખાય છે. સાંસારિક જીવનનાં એ કાળખંડમાં પ્રવેશ થતાં જ જીવની દશા બદલાય છે. તે વખતે એ અપુનર્બન્ધક બને છે.
અપુનર્બન્ધક અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે જ યોગનાં અધિકારી બને છે. ત્યારબાદ શુધ્ધિનાં વિકાસક્રમમાં જે જે અવસ્થાઓ આવે તે બધી અવસ્થાવાળા જીવો યોગમાર્ગનાં અધિકારી જ છે. આ અધિકારીપણું જાણવું અતિશય દુષ્કર છે. એ જ વાત આચાર્યશ્રી જણાવે છે કે, “યોગ માટેનું આ અધિકારીપણું નિશ્ચયથી અતિશય જ્ઞાની એવા કેવલી ભગવાન જ જાણે છે, પરંતુ અતિશય જ્ઞાન વિનાનાં એવા ઈતર એટલે છદ્દમસ્થ જીવો પણ કેવલી ભગવાન વડે જ કહેવાયેલા એવા લિંગો દ્વારા ઉપયોગવાળા થયા બાદ અધિકારીપણાને જાણી શકે છે.”૧૫ ૫.૩.૧ અપુનર્બન્ધક જીવોનાં લિંગો
યોગશતક ગ્રંથમાં યોગમાર્ગનાં અધિકારી તરીકે અપુનર્બન્ધકાદિ જીવોને વર્ણવ્યા છે. તે અધિકારી આત્માઓનાં સ્વરૂપનું વર્ણન છે. તેમનાં મુખ્ય ત્રણ લિંગોનો ઉલ્લેખ કરેલ છે. “पावं न तिव्वाभावा कुणइ, ण बहुमण्णाई भवं घोरं ।
उचियट्ठिइं च सेवइ, सव्वथ्य वि अपुणबंधो ति ||१३|| "
ગાથાર્થ: જે આત્મા તીવ્રભાવે પાપ કરે નહિ, ઘોર એવા સંસારને બહુમાન આપે નહિ અને સર્વત્ર ઉચિત આચરણ આચરે તે આત્મા અપુનર્બન્ધક છે. અપુનર્બન્ધક જીવનાં લિંગો
તીવ્રભાવે પાપોનું
(૧)
ઘોર એવા સંસારનું
અબહુમાન
અકરણ
યોગી તીવ્રભાવે પાપ કરે નહિ :
હિંસા, અસત્ય, ચોરી વગેરે પાપો પ્રસિધ્ધ છે. અનાદિકાળથી એ પાપોની પ્રવૃત્તિ થોડાઘણા અંશે પ્રાણીમાત્રની ચાલતી જ આવી છે. અપુનર્બન્ધક દશાને પામેલા જીવોએ પાપો તીવ્રભાવે કરતાં નથી. કર્મનાં દોષથી અહીં પાપની પ્રવૃત્તિ હોવા છતાં તેની ભયંકરતાનાં વાસ્તવિક ખ્યાલથી પાપ પ્રત્યેનો તીવ્રભાવ નાશ પામે છે. યોગમાર્ગનાં અર્થી આત્માઓમાં આ લક્ષણ ન હોય તેઓ નિઃસંદેહ યોગમાર્ગનાં અધિકારી નથી. અપુનર્બન્ધક દશામાં તીવ્રભાવે પાપાકરણતા પ્રાપ્ત થવાથી જ ભવની પ્રત્યે બહુમાન હોતું નથી. જે યોગમાર્ગનાં પ્રથમ અધિકારીનું બીજું લિંગ છે.
(૨)
સર્વત્ર ઉચિત આચરણ
ઘોર એવા સંસારનું અબહુમાન :
આ સંસારમાં પ્રાપ્ત થયેલ સ્ત્રી, પુત્ર, ધન, ગૃહાદિ સર્વ વસ્તુઓને ચિત્તની પ્રીતિથી બહુમાન આપે નહિ. કર્મને પરવશ થયેલાં જીવો જેમાં ઉત્પન્ન થાય, જન્મ-મરણ પામે તે ભવ કહેવાય છે. આ સંસાર અનંત દુઃખોની ખાણ છે. ઈષ્ટ વિયોગ અને અનિષ્ટ સંયોગથી ભરેલો
58