________________
ગમનક્રિયાની શક્તિયુક્ત પુરુષ શક્તિને અનુસારે સમ્યક પ્રકારે માર્ગમાં ચાલતો જેમ ઈષ્ટનગરનો પથિક કહેવાય છે તેમ ગુરુ વિનયાદિમાં પ્રવર્તતાં સાધક યોગી કહેવાય છે.
નિશ્ચયનયથી દેશવિરતિધર, સર્વવિરતિધર ચારિત્રીને જ યોગ છે. વ્યવહારનયથી અપુનર્બન્ધકને અને ઉપલક્ષણથી સમ્યદ્રષ્ટિને અધ્યાત્મરૂપ અને ભાવનારૂપ યોગ હોય છે. ગ્રંથકારશ્રી આગળ જણાવે છે કે, “સમસ્ત વસ્તુમાં તે તે કાર્યને યોગ્ય જીવો તે તે કાર્યનાં ઉપાયપૂર્વક જો પ્રવૃત્તિ કરે તો ફલ પ્રકર્ષ થવાથી અવશ્ય સિધ્ધિ પામે છે. તે જ રીતે યોગમાર્ગમાં પણ વિશેષ સિદ્ધિ થાય છે.”૧૨
૫.૩ યોગમાર્ગનાં પ્રથમ અધિકારી - અપુનર્બન્ધક
અપુનર્બન્ધક અવસ્થાથી આરંભીને ચૌદમાં ગુણસ્થાનકમાં ચરમ સમય સુધીની મોક્ષની સાથે આત્માને જોડી આપે તેવા જીવની જે પરિણતિ તે યોગ છે. તેમજ આ યોગપ્રાપ્તિમાં અનુપર્બન્ધકાદિ જીવો જ અધિકારી છે. તથા કર્મ પ્રકૃતિઓનું બળ જેમ જેમ નિવૃત્ત પામે છે. તેમ તેમ તે જીવ વિશેષ અધિકારી બને છે. આ પ્રમાણે ગ્રંથકારશ્રીએ યોગમાર્ગની અપેક્ષાએ જીવોનાં પ્રકાર નીચે પ્રમાણે બતાવ્યા છે.
યોગમાર્ગની અપેક્ષાએ જીવોનાં પ્રકાર
યોગમાર્ગની અપેક્ષાએ જીવોનાં પ્રકાર
અપુનબંધન્ક સમ્યદ્રષ્ટિ ચારિત્રી
પ્રકૃતિનો અધિકાર સર્વથા નિવૃત્ત ન થયેલો હોવાથી પ્રકૃતિને પરતંત્ર એવા ભવાભિનંદી જીવો.
દેશવિરતિ સર્વવિરતિ
આમ, મોક્ષમાર્ગનાં ત્રણ પ્રકારનાં અધિકારી દર્શાવે છે. મોક્ષમાર્ગ એ રત્નત્રયીની પરિણતિરૂપ છે અને એ પરિણતિની પૂર્વભૂમિકા યોગમાર્ગનાં પ્રથમ અધિકારી અપુનર્બન્ધકમાં છે. પરંતુ જે જીવોમાં પૂર્વબદ્ધ તીવ્ર કર્મપ્રકૃતિઓનું પ્રાબલ્ય નિવૃત્તિ પામ્યું નથી, જે જીવો કર્મને પરતંત્ર જ છે. અને જે જીવો અતિશય રાગી છે. તેઓ યોગની પ્રાપ્તિ માટે અધિકારી નથી તેમ આચાર્યશ્રી આ ગ્રંથમાં જણાવે છે.
જીવનનાં અનાદિ પ્રવાહમાં વિવિધ કારણોને લીધે કર્મબળ ઘટતાં ઘટતાં એક એવો સમય આવે છે જ્યારે જીવનું મુખ્ય વલણ ભોગાભિમુખ ન રહેતાં યોગાભિમુખ થવા લાગે છે. અને ત્યારબાદ તેની વૃત્તિ ઉત્તરોત્તર કાંઈક શુધ્ધ થતી જાય છે. જેને લીધે તેની રાગ-દ્વેષની તીવ્રતા ઘટતી-ઘટતી જાય છે. આવા સમયને જૈન પરિભાષામાં ‘ચરમાવર્ત' કહે છે. જ્યારે જીવને છેલ્લો જ સાંસારિક કાળખંડ વિતાવવાનો બાકી રહે છે. ત્યારે તે ચરમ-છેલ્લામાં છેલ્લા
57