________________
વ્યવણર યોગનું સ્વરૂપ (૧) ગુરુજીનો વિનય કરવો - જેમ કે ગુરુજીનાં આહાર પાણી ઔષધિ આદિની પરિચય
કરવી તથા તેમના કાર્યોમાં સહાયક થવું. (૨) શુશ્રષાદિ - ધર્મ શાસ્ત્રો સાંભળવાની અતિશય ઉત્કંઠા, સૂક્ષ્મદ્રષ્ટિથી ચિંતન, પ્રાપ્ત જ્ઞાન
કંઠસ્થ કરવું વગેરે. (૩) વિધિપૂર્વક - આગમાનુસાર જ્ઞાન પ્રાપ્તિ આદિ સમ્યગ્યારિત્રપૂર્વક વિધિથી જ્ઞાનાભ્યાસ. સ્થાનશુધ્ધિ : મકાન-ઉપાશ્રયાદિ અપવિત્ર વાતાવરણથી દોષિત ન હોવા જોઈએ. શરીરશુધ્ધિ : મળ-મૂત્ર-રૂધિર રહિતની શુધ્ધિ. મનશુધ્ધિ : ક્રોધાદિ કષાયો અને બાહ્યભાવોનાં રાગાદિથી દૂષિત નહી તે દ્રવ્ય - ક્ષેત્ર કાળ - ભાવાદિની શુધ્ધિથી ધર્માનુષ્ઠાન
શુશ્રષા આદિ પદથી શ્રવણ, ગ્રહણ, વિજ્ઞાન, ધારણા, ઊહ, અપોહ અને તત્વભિનિવેષનું ગ્રહણ કરવાનું છે.
સાંભળવાની ઈચ્છા શુશ્રુષા સાંભવાની પ્રવૃત્તિ. શ્રવણ ગુરુભગવંતના શ્રીમુખે સૂત્ર - અર્થ નું ગ્રહણ. ગ્રહણ તે સૂત્ર અર્થનો બોધ. વિજ્ઞાન તે સૂત્ર અર્થનું વિસ્મરણ ન થાય તેથી સ્વાધ્યાયાદિ ધારણા સમજેલા અર્થની યુક્તાયુક્તતાની વિચારણા. ઊહ વિચારણા દરમ્યાન જણાતી અયુક્તતાને દૂર કરવાની પ્રવૃત્તિ અપોહ અને આ રીતે તત્વસ્વરૂપનો નિર્ણય કર્યા પછી “આ આ પ્રમાણે જ છે' આવી જાતનાં નિર્ણયને તત્વાભિનિવેશ કહેવાય છે.”
યોગીની જિજ્ઞાસા આ રીતે તત્વાભિનિવેશ થાય ત્યારે યોગની જિજ્ઞાસા, શુશ્રષા, વગેરે યોગનાં કારણરૂપ સફળ બની શકે. તત્વોનો અભિનિવેશ એ બુધ્ધિનો ગુણ જે તત્વને સમજ્યા પછી અતત્વ થી દૂર જ રહી તે ગુણને ઉત્કૃષ્ટ બનાવી યોગમાર્ગે આગળ વધે છે.
અધ્યાત્મ યોગમાં સ્થાનાદિનું વિસ્તૃત વર્ણનનું યોગવંશિકા માં નિરૂપણ છે. આ પ્રમાણે વિધિપૂર્વક ગુરુવિનય અને શુશ્રુષા તથા વિધિપૂર્વક શાસ્ત્રવિહિત કાર્યોનું યથાશક્તિ પાલન અને નિષિદ્ધ કાર્યોનો યથાશક્તિ ત્યાગ વગેરે અનુષ્ઠાન એ વ્યવહારથી યોગ છે. અને અવિધિથી કરાયેલું યોગનું સેવન અનર્થનું કારણ બને છે. અને તેથી વિધિપૂર્વકનું અનુષ્ઠાન એ યોગ છે. આ વ્યવહરયોગથી જ કાળક્રમે પ્રકૃષ્ટ સ્વરૂપવાળા ક્ષાયિક સમ્યજ્ઞાનાદિ ગુણોની નિયમા સિધ્ધિ થાય છે. તથા ભવોભવમાં ઉત્તરોત્તર વૃધ્ધિ થવા રૂપ અનુબંધપણે રત્નત્રયીની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે વ્યવહારયોગ પણ નિશ્ચયયોગનું જ અંગ છે.