________________
સમ્યક્યારિત્ર ત્રણ મળીને મોક્ષમાર્ગ બને છે. સૂત્રમાંનો સમ્યક શબ્દ માત્ર ‘દર્શનનું જ નહીં પણ “જ્ઞાન” અને “ચારિત્રનું પણ વિશેષણ છે. આ ત્રણને નચિંતકો “રત્નત્રય' કહે છે. કુંદકુંદાચાર્યની કૃતિઓ, ખાસ કરીને નિયમસારમાં વિગતવાર તેનું નિરૂપણ છે. આચાર્ય અમૃતચંદ્રના પુરુષાર્થસિધ્ધયુપાય નામના પુસ્તકનો વિષય પણ રત્નત્રય જ છે. પ્રાયઃ લગભગ બધા જ જૈન ધર્મગ્રંથમાં આ વિષયનું નિરૂપણ છે. કારણ કે તે જ મોક્ષમાર્ગનો સાર છે. • સમ્યજ્ઞાનાદિનું લક્ષણ - વસ્તુ સંબંધી યથાર્થ બોધ તે સમ્યજ્ઞાન. - તત્વભૂત અર્થોમાં યથાર્થ શ્રધ્ધાતે સમ્યગ્દર્શન. - વિધિ-પ્રતિષેધને અનુસરનારું આગમાનુસારી ફિયાસ્વરૂપ ધર્માનુષ્ઠાન તે સમ્યગ્યારિત્ર.
આ સમ્યજ્ઞાન-દર્શન અને ચારિત્ર એમ રત્નત્રયીનો આ જ ઉત્પત્તિક્રમ છે. કારણ કે નિશ્ચયનયથી આ રત્નત્રયી આ રીતે જ ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે કે, પદાર્થને જાણ્યા વિના શ્રધ્ધા થતી નથી અને શ્રધ્ધા વિનાના જીવને યથાર્થ વિધિનિષેધાનુસારી અનુષ્ઠાન હોતું નથી.’ આ પ્રમાણે નિશ્ચયનય પ્રધાન હોવાથી પ્રારંભમાં તે નિશ્ચયનયના મતે યોગનું લક્ષણ સમજાવીને હવે વ્યવહારનય ના મતે યોગનું લક્ષણ કહે છે. ૫.૨.૨ વ્યવહાર નયથી યોગ
આ રત્નત્રયીના કારણો જે ગુરુવિનયાદિ છે તેની સાથે આત્માનો જે સંબંધ તે પણ કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી વ્યવહારના મતે યોગ કહેવાય છે. વ્યવહારનયથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને જે યોગ કહેવામાં આવ્યો છે તે કારણો બે પ્રકારનાં છે.
(૧) અનન્તર કારણ (૨) પરંપર કારણ
ગ્રંથકારશ્રી આ બંને પ્રકારનાં કારણો માટે વ્યવહારિક દ્રષ્ટાંત આપે છે. - (૧) “ધી એ જ આયુષ્ય છે.” એટલે કે ઘી આદિ પૌષ્ટિક પદાર્થો આયુષ્યની સ્થિરતાનું
અનન્તર કારણ બને છે. માટે ઘી આયુષ્યનું કારણ હોવાથી ધી એજ આયુષ્ય છે. આ અનન્તરકારણમાં કાર્યોપચાર થયો. તેવી રીતે રત્નત્રયીના અનન્તરકારણ એ ગુરુ વિનયાદિની સાથે આત્માનો જે સંબંધ તે યોગ કહેવાય છે.
વરસાદ તંદુલ વરસાવે છે.” આ દ્રષ્ટાંતમાં હકીકતથી તંદુલનો વરસાદ કદાપિ થતો નથી. વરસાદ તો સદા પાણી વરસાવે છે. છતાં વરસાદનું તે પાણી તંદુલનાં પાકનું કારણ બને છે. તેથી તંદુલ વરસાવે છે તેમ કહેવાય છે. તે પરંપરા કારણ એવા વરસાદમાં તંદુલકાર્યનો ઉપચાર કરેલ છે. તેવી રીતે રત્નત્રયીનાં અનન્તર કારણ તે ગુરુ વિનયાદિ અને પરંપર કારણ તે ગુરુ વિનયાદિનાં જે કારણો મ કે સેવા, ભક્તિ, વૈયાવચ્ચ આદિ તે કારણના પણ કારણ છે. તેથી તે પરંપરા કારણ થી યોગ છે.
(૨)
55