________________
૫.૨ યોગનું સ્વરૂપ નિશ્ચય યોગ અને વ્યવહાર યોગ
યાકિની નામના પરમવિદુષી - પૂજ્ય સાધ્વીજી મહારાજનાં ધર્મપુત્ર એવા શ્રી હરિભદ્રસૂરિજી દ્વારા રચિત યોગશતક ગ્રંથમાં ૐ એવા મન્નાક્ષર પૂર્વક શ્રી સર્વજ્ઞ પરમાત્માને નમસ્કાર કરવા દ્વારા મંગલાચરણ થી પ્રારંભ કરતા કહે છે કે “યોગીઓના નાથ તથા ઉત્તમ યોગમાર્ગનાં ઉપદેશક એવા મહાવીર પ્રભુને નમસ્કાર કરીને યોગ સંબંધી શાસ્ત્રોને અનુસાર યોગમાર્ગના લેશમાત્રને જણાવીશ.
ગ્રંથના મંગલાચરણમાં પ્રભુવીરનું સ્વરૂપ
યોગીનાથ
સુયોગ સંદર્શક યોગીનાથ
શ્રી અરિહંત પરમાત્મા એ સર્વ યોગીઓના નાથ છે.” કારણ કે તેઓ વીતરાગ દશાથી પ્રારંભીને અપુનર્બન્ધક સુધીનાં સર્વ કોઈ સાધક આત્માઓને તેમની ભૂમિકાને અનુરૂપ ઉપકાર કરવા દ્વારા રક્ષણ કરનારા છે. સુયોગ સંદર્શક
“શ્રી અરિહંત પરમાત્મા સુયોગના સંદર્શક છે.” તીર્થંકર ભગવંતો પોતે આવા પ્રકારનાં ઉત્તમયોગનું આસેવન કરવા દ્વારા અને યથોચિત ઉપદેશ આપવા દ્વારા યોગનું સ્વરૂપ બતાવનારા જે તીર્થંકર પ્રભુ તે સંદર્શક પ્રભુ કહેવાય છે. .
ગ્રંથકાર આરંભમાં એવું સૂચન કરે છે કે, “યોગના સંક્ષિપ્ત સ્વરૂપનું વર્ણન કરવું” જે યોગશતક ગ્રંથનો વિષય છે. ઉચિત પ્રવૃત્તિ કરવા પૂર્વક અણુવ્રત અને મહાવ્રતોથી યુક્ત એવા સાધક આત્માનું સૂક્ષ્મ તત્વચિંતન એ જ અધ્યાત્મ છે. અને “આ અધ્યાત્મ એ જ યોગ છે.’ યોગનાં મુખ્યતઃ બે ભેદ કહ્યા છે જે નીચે પ્રમાણે છે.
યોગ
નિશ્ચય નયથી યોગ
વ્યવહાર નયથી યોગ ૫.૨.૧ નિશ્ચય નયથી યોગ
નિશ્ચય નય અથવા સત્ય દ્રષ્ટિબિંદુ. નિશ્ચયનયની અપેક્ષાએ જે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, અને સસ્કચારિત્રનો આત્મા સાથે સંબંધ થવો તે યોગ છે. જે યોગીનાથ એવા તીર્થંકર પરમાત્માઓ વડે નિશ્ચયથી કહેવાયેલો છે. ઉમાસ્વાતિજી એ તત્વાર્થ સૂત્રનાં પ્રારંભમાં જ કહ્યું છે કે, “સન્ગર્શન સીન પરિત્રાળ મોક્ષમા” સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને
-
54
-