________________
ગાથા ૮૧ થી ૮૪માં યોગીમહાત્માઓની આહાર વિધિનું વર્ણન છે. ચતુઃ શરણગમનાદિનું ભાવન, રાગાદિ પ્રતિપક્ષ ભાવના અને મૈથ્યાદિ ચાર યોગભાવનાના ભાવનથી વાસિત શુકલાહાર” સ્વરૂપનું પ્રતિપાદન છે.
ગાથા ૮૫માં યોગની વૃદ્ધિ થવાથી અથવા તો ઉપરોક્ત ભાવનાનાં ભાવનથી યોગના ફળનું નિરૂપણ છે. જે ફળ પ્રકર્ષ પામીને અનુક્રમે મોક્ષરૂપ ફળપ્રાપ્તિનું કારણ બને છે.
ગાથા ૮૬ થી ૮૯માં અન્યદર્શનકારોએ પણ એમના શાસ્ત્રોમાં જે આત્મકલ્યાણનો માર્ગ બતાવ્યો છે તેમજ અધિકૃત ભાવનાથી કઈ રીતે મોક્ષ મળે છે, તેનું બૌદ્ધદર્શનની પરિભાષાથી સ્પષ્ટીકરણ કરેલ છે. અને છેલ્લી ચોથી ગાથામાં તેનો જૈનદર્શનની સાથે ઉપસંહાર કરેલો છે.
ગાથા ૯૦માં યોગવિકાસ અને ભાવનાથી સામાયિકની શુધ્ધિ પ્રાપ્ત થાય છે. તેનાથીપ શુક્લધ્યાન અને અનુક્રમે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેનું વર્ણન છે.
ગાથા ૯૧માં મોક્ષની પ્રાપ્તિનું મુખ્ય કારણ સામાયિક છે. તેના સ્વરૂપનું વર્ણન છે. અન્ય સર્વ કુશળ આશયો કરતાં સામાયિક શ્રેષ્ઠ આશય છે અને મોક્ષ પ્રત્યે તે પ્રધાન કારણ છે. તેનું વિસ્તૃત વર્ણન છે.
- ગાથા ૯૨ થી ૯૪માં પૂર્વમાં વર્ણિત યોગનાં સેવનથી તે ભવમાં મુક્તિ થાય છે. કદાચ તે ભવમા મોક્ષ ન થાય તો અન્ય ભવમાં ફરી યોગનો પ્રારંભ કરીને યોગનો અભ્યાસ શરૂ થાય છે અને અંતે મોક્ષપદને પામે છે તેનું વિસ્તારથી વર્ણન કરેલ છે. '' ગાથા ૯૫મા સામાયિકના પરિણામમાં કરેલા યત્નથી ક્રમે કરીને મોક્ષ થાય છે. તેથી મોક્ષના અર્થી યોગીમહાત્માએ સામાયિકમાં કઈ રીતે યત્ન કરવો જોઈએ તેનું નિરૂપણ છે.
ગાથા ૯૬ થી ૯૮માં મોક્ષ લક્ષ્યમાં પ્રવૃત્ત મુનિએ અંત સમયે કઈ રીતે અનશન કરવું જેથી ઉત્તરભવમાં પણ યોગમાર્ગની પ્રવૃત્તિ અખ્ખલિત પ્રાપ્ત થાય છે. તેથી અંત સમયે અનશન કરવા અર્થે મરણકાળનાં જ્ઞાનનું વિસ્તારથી વર્ણન છે. તેમજ મરણકાળનું જ્ઞાન જાણીને યત્નાતિશયથી અનશનશધ્ધિ દર્શાવેલ છે.
ગાથા ૯૯માં અનશનશુધ્ધિની પ્રવૃત્તિમાં લેશ્યાનું પ્રધાનપણું છે. તો પણ જો તે આજ્ઞાયુક્ત ન હોય તો કલ્યાણની પરંપરાનું કારણ બને નહી તેથી યોગીને અનશન સમયે જેમ લેગ્યામાં યત્ન કરવાનો છે. તેમ આજ્ઞા શુદ્ધિમાં પણ યત્ન કરવાનો છે. તેવું વર્ણન છે. આ સાથે છ લશ્યાનું દ્રષ્ટાંતરૂપ ચિત્ર પરિશિષ્ટ-૮ તેમજ લેગ્યા દ્વારાનું ગતિ, સ્થિતિ દર્શાવતું ચિત્ર પરિશિષ્ટ-૯માં આપવામાં આવેલ છે.
ગાથા ૧૦૦માં ગ્રંથનો ઉપસંહાર કરતા આચાર્યશ્રી જણાવે છે કે તે કારણથી અયોગીપણનાં અર્થીજીવે પ્રભુની આજ્ઞાયોગમાં જ અતિશયવિશેષ સમ્યગ પ્રયત્ન જ ભવનો વિરહ અને મુક્તિનો સદા અવિરહ કરાવનાર છે.”
53