________________
સાધક વિધિ
અરિહંતાદિ ચારનું શરણું - દુષ્કતની ગઈ
સુકતની અનુમોદના
ઉપરોક્ત ત્રણે સમુહનું નિરંતર સેવન કલ્યાણનું કારણ છે. ગાથા ૫૧ થી પ૩માં વિશેષ યોગદશા પ્રાપ્ત કરવા માટેના વિશેષ-વિશેષ ઉપાયો૧) રાગાદિના પ્રતિપક્ષનાં ભાવનનું કારણ બને એવા ભાવનાશ્રુતનો પાઠ. ૨) વારંવાર ભાવનામૃતના પાઠ દ્વારા રાગાદિ દોષોને ઓળખવા તીર્થશ્રવણ. ૩) ભાવનાશ્રુતના પાઠથી તેના અર્થબોધથી, પુનઃ પુનઃ તીર્થશ્રવણથી અતિનિપુણતાપૂર્વક
આત્મસંપ્રેક્ષણનું વર્ણન છે.
ગાથા ૫૪ થી ૫૮ માં ઉપરોક્ત ગાથામાં આત્માને મલિન કરનારા રાગ - દ્વેષ - મોહ છે જે કર્મનાં ઉદયથી જનિત છે. તેથી ગ્રંથકારશ્રી કર્મના સ્વરૂપનું વર્ણન કરે છે. અને આત્માથી અતિરિક્ત કર્મને સ્વીકારવાથી કર્મબંધ અને કર્મમુક્તિ બંને ભાવો ઉપચાર વિના સહજ રીતે ઘટી શકે છે તેનું સ્થાપન કરેલ છે.
ગાથા ૫૯ થી ૧૧મા યોગી મહાત્માને રાગ - દ્વેષ અને મોહમાંથી કોણ વિશેષ પીડે છે ? તેનું કેવી રીતે નિરીક્ષણ કરવું ? તેમાંથી પોતાને જે દોષ બાધક હોય તેનું પ્રતિપક્ષ ચિંતવન કરવાનું ત્યારબાદ તે વિધિ પ્રમાણે રાગાદિ પ્રતિપક્ષનું ભાવન કરવામાં આવે તો તે યોગી આત્મામાં રાગાદિ ભાવો અલ્પ બને અને ગુણસ્થાનકની વૃદ્ધિ થાય તેનું વર્ણન કરેલ છે.
ગાથા ડર થી ફકમાં રાગ-દ્વેષ-મોહ આદિનાં પ્રતિપક્ષ ભાવની વિધિનું સવિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. દેવ-ગુરૂને પ્રણામથી અનુગ્રહ અને અનુગથી તત્વચિંતનની સિધ્ધિનું દ્રષ્ટાંત પૂર્વક નિરૂપણ છે. તદુપરાંત સ્થાન-ઉર્ણ-અર્થ-આલંબન અને નિરાલંબન એમ પાંચ પ્રકારના યોગો તેના પ્રતિભેદો વગેરેનું વર્ણન છે.
ગાથા ક૭ થી ૭૭માં રાગ-દ્વેષ-મોહ આદિ સ્વરૂપનાં ચિંતનના વર્ણન સાથે પરિણામ અને વિપાકનું વર્ણન છે. તથા નિપુણતાપૂર્વક રાગાદિનું પ્રતિપક્ષ ભાવના દ્વારા તેમજ એકાંતમાં આવતા બાધકપ્રમાણ (દોષો) જણાવી સ્વપક્ષ એટલે કે અનેકાન્તવાદની સિધ્ધિનું સચોટ નિરૂપણ છે.
ગાથા ૭૮ થી ૮૦ માં સ્વીકારેલા ગુણસ્થાનકની વિધિ માટે અન્ય વિધિ દર્શાવે છે. જેમાં પરમ સંવેગપૂર્વક મૈત્રી આદિ યોગભાવનાઓ ભાવે છે. અને પ્રણિધાનપૂર્વક કરાયેલી મૈત્રીપ્રમોદ-કરુણા-માધ્યસ્થ ભાવનાઓ અવશ્ય ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ બને છે.
- 52 -