________________
ત્યારબાદ ગાથા ૧૬ થી ૨૦માં સામાયિક ચારિત્રનું વિશદ વર્ણન કરેલ છે. સામાયિક એટલે સમતાભાવની પ્રાપ્તિ, તે ઈત્વરકથિત (અલ્પકાલીન) અને તેનાથી ઈતર યાવત્કથિતના અંગીકરણ દ્વારા સામાયિકની શુધ્ધિનાં ભેદને કારણે દેશવિરતિ - સર્વવિરતિ ચારિત્ર બે ભેદવાળુ છે. અને તે બંને ચારિત્ર પણ અવાંતર ભેદની અપેક્ષાએ અનેક પ્રકારનાં છે. જેનું વિગતે વર્ણન આગળનાં એકમમાં ૫.૫.૧ માં આપવામાં આવેલ છે. આ પ્રમાણે અપુનર્બન્ધકાદિ ચાર પ્રકારનાં યોગનાં અધિકારી જીવોનું વર્ણન છે.
ગાથા ૨૧ થી ૨૩માં જીનેશ્વર ભગવંતની આજ્ઞાયુક્ત ધર્મનુષ્ઠાન યોગનું વર્ણન કરેલ છે. જે નીચે પ્રમાણે છે.
ધર્માનુષ્ઠાન યોગનું સ્વરૂપ
ચિત્તવૃત્તિનો નિરોધ
કુશળ પ્રવૃત્તિ
મોક્ષની સાથે આત્માનું યુજન
અપુનર્બન્ધકથી વીતરાગ સુધીનાં જીવોનાં જિનાજ્ઞાયુક્ત અનુષ્ઠાનમાં યોગનાં લક્ષણનો યોગ છે. ચિત્તવૃત્તિનો નિરોધ છે. અને તે પ્રકારની કુશલ પ્રવૃત્તિ દ્વારા આત્માને મોક્ષની સાથે જોડે છે. આ ચારે યોગપાત્રો અપુનર્બન્ધક, સમ્યદ્રષ્ટિ, દેશવિરત અને સર્વવિરતની ઉચિત અનુષ્ઠાની પ્રવૃત્તિ પ્રાયઃ જિનેશ્વર પ્રભુ પ્રત્યેનાં બહુમાનથી દ્રઢતાપૂર્વકની હોવાથી સુપરિશુદ્ધ બને છે.
ગાથા ૨૫ થી ૩૫માં લિંગો દ્વારા ઉપરોક્ત અધિકારીને જાણીને ઉપદેશક દરેકની ભૂમિકા પ્રમાણે યથોચિત ઉપદેશ આપે છે. અને તે ઉપદેશ કેવો આપવો જોઈએ તેનું વિગતથી વર્ણન આગળના એકમોમાં સમજાવેલ છે.
ગાથા ૩૬ થી ૩૭માં જે ઉપદેશકો માત્ર ‘મારે ભગવાનનું વચન કહેવું છે' તેમ વિચારીને અપાત્ર કે શ્રોતાની ભૂમિકાનો વિચાર કર્યા વગરનો વિપરીત એવો ઉપદેશ કર્મબંધનું કારણ બને છે. યોગ્ય પાત્ર વ્યક્તિને અપાતો યથોચિત ઉપદેશ તે યોગ છે. તેમ જણાવે છે. અયોગિ એટલે કે ભવાભિનંદી જીવોમાં કરાયેલો યોગનો ઉપદેશ દારુણ વિપાક આપનાર બને છે.
ગાથા ૩૮ થી ૪૫માં પૂર્વોક્ત ગાથાઓમાં ઉપદેશ આપવાની તમામ વિધિ સવિસ્તર સમજાવીને આગળનો કાર્યગત વિધિમાર્ગ પ્રાયઃ સાધારણપણે અતિશય નિપુણતાપૂર્વક શ્રોતાઓએ પોતે જ જાણવા જેવો છે તેનું વર્ણન છે.
ગાથા ૪૬ થી ૫૦ સુધી અકુશલ કર્મના ઉદયથી ગુણસ્થાનક સ્વીકાર્ય પછી અરતિ થાય તો તે અરતિના નિવારણના ઉચિત પ્રયત્નોનું નિરૂપણ છે. જેથી સ્વીકારાયેલું ગુણસ્થાનક માત્ર ગ્રહણરૂપ ન રહે. પરંતુ ઉચિત પ્રવૃત્તિ દ્વારા ઉપર ઉપરનાં ગુણસ્થાનકની પ્રાપ્તિનું કારણ બને. આમ ભયાદિ પ્રસંગે શરણાદિના ઉપાયોનું વિસ્તૃત વર્ણન છે. ત્યારબાદ કર્મોનો ઉપક્રમ કરવા સ્વરૂપ ગુણસ્થાનકને સમ્યક્ સ્થિર કરવાની સાધક વિધિ દર્શાવે છે.
51
-