SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ : સ્થિર કહી શકાય તે સ્થાન. કાર્યોત્સર્ગ, પદ્દમાસન વગેરે આસન. : સૂત્રનું ઉચ્ચારણ, મંત્ર, જાપ વગેરે. : સૂત્રનાં પદનો વાચ્યાર્થ (૪) આલંબન : પ્રતિમાદિ સ્વરૂપ રૂપી દ્રવ્ય પર મનનું કેન્દ્રિત કરવું. (૫) અનાવલંબન : શુદ્ધ આત્માના સ્વરૂપનું ચિંતન. તેમાંથી પ્રથમ બે કર્મયોગ છે. અને બાકીના ત્રણ જ્ઞાનયોગ છે.” આ પાંચ પ્રકારોમાંથી પ્રત્યેકના ચાર ભેદ છે. ઈચ્છા, પ્રવૃતિ, સ્વૈર્ય અને સિદ્ધિ. આ ગ્રંથમાં યોગનાં ૮૦ ભેદોનું નિરુપણ છે.૪૩ (૧) સ્થાન (૨) ઉર્ણ / વર્ણ (૩) અર્થ अणुकपा निव्वेओ, संवेगो होइ तह य पसमु ति । सिं अणुभावा, इच्छाईणं जहासंखं ||८|| ગાથાર્થ : અનુકંપા, નિર્વેદ, સંવેગ તથા પ્રશમ તે ઈચ્છાદિનાં યથાસંખ્ય અનુભાવો છે. (૧) અનુકંપા : દ્રવ્યથી અને ભાવથી દુઃખી જીવોના દુઃખને યથાશક્તિ દૂર કરવાની ઈચ્છા. (૨) નિર્વેદ સંસારની નિર્ગુણતાનાં કારણે ભવ પ્રત્યેની વિરક્તતા નિર્વેદ છે. પ્રવૃતિયોગનું કાર્ય નિર્વેદ છે. : (૩) સંવેગ : સંવેગ એટલે મોક્ષનો અભિલાષ, સ્વૈર્યયોગનું કાર્ય સંવેગ છે. (૪) પ્રશમ : ક્રોધ, કષાય અને વિષયની તૃષ્ણાનો ઉપશમ પ્રશમ છે. આમ અહીં આચાર્યશ્રી હરિભદ્રસુરિજીની તત્વાર્થસૂત્રની ટીકાની જેમ સમ્યકત્વનાં આસ્તિક્ય વગેરે પાંચ લક્ષણો પશ્ર્ચાદનુપૂર્વીથી આપવામાં આવ્યા છે. તે સાથે જ સદ્દનુષ્ઠાનનાં પ્રીતિ, ભક્તિ, વચન અને આસંગ આ ચાર ભેદોનું નિરુપણ પણ આ નાનીકૃતિમાં વિદ્યમાન છે. (૪) બ્રહ્મસિદ્ધિ સમુચ્ચય આ ગ્રંથના પ્રણેતા આચાર્ય હરિભદ્રસૂરિજી છે. એમ મુનિ પુણ્યવિજયજી નો મત છે.” તેની એક ખંડિત તાડપત્રીય પ્રત જે તેમને મળી હતી. આ સંસ્કૃત ગ્રંથના ૪૨૩ પદ્ય જ મુશ્કેલીથી મળ્યા છે અને તે પણ પૂર્ણ નથી. આદ્ય પદમાં ભગવાન મહાવીરને નમસ્કાર કરીને બ્રહ્માદિની પ્રક્રિયા તેમના સિદ્ધાંત અનુસાર સમજાવવાની પ્રતિજ્ઞા કરી છે. આ ગ્રંથનું મહત્વ એ છે કે તેમાં સર્વ દર્શનોનો સમન્વય સાધવામાં આવ્યો છે. શ્લોક ૩૫માં અદ્વેષ, જિજ્ઞાસા વગેરે યોગથી પ્રાપ્ત થતાં ગુણોનો ઉલ્લેખ છે. શ્લોક ૫૪માં અપુનર્બન્ધકનો ઉલ્લેખ છે. શ્લોક ૧૮૮-૧૯૧માં નમસ્કાર યોગનાં ત્રણ પ્રકારોઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્ય યોગનો ઉલ્લેખ છે. 'नमस्कारादिको योगः सर्वोऽपि विविधो मतः । सदिच्छा शास्त्र - સામર્થ્યયોમેટેન તત્વતઃ ।।૧૮૮Ī] બ્રહ્મસિધ્ધિ સમુચ્ચય. 44
SR No.007277
Book TitleYogshatak Granth Ek Aadhyayan
Original Sutra AuthorN/A
AuthorJagruti Nalin Gheewala
PublisherAntarrashtriya Jainvidya Adhyayan Kendra
Publication Year2011
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy