________________
૪.૫ ષોડશક
પ્રસ્તુત ગ્રંથ ૧૬ પ્રકરણોમાં વિભાજીત છે. જેમાં કુલ ૨૫૬ શ્લોક છે. ગ્રંથનું ૧૪ અને ૧૬ મું પ્રકરણ યોગવિષયક છે. ૧૪માં પ્રકરણમાં સાલંબન - નિરાલંબન ધ્યાન-યોગની વાત કરી છે. ધ્યાનનાં અધિકારી તરીકે પ્રવૃતચક્ર યોગીને જણાવ્યા છે. જેઓ દિવસ-રાત યોગચક્રમાં પ્રવૃત હોય છે. ઉપરાંત યોગ - સાધનાનાં બાધક ખેદ, ઉદ્વેગ આદિ દોષોનું વર્ણન છે. ૧૬માં પ્રકરણમાં દોષોના પ્રતિપક્ષી અદ્વેષ, જિજ્ઞાસાદિ ગુણોનું નિરુપણ અને તેનાં ફળમાં મોક્ષ, પરિણામી આત્મા કર્મનો વિચાર કરતાં અદ્વૈતવાદ વગેરેની સમીક્ષા કરવામાં આવી છે. તેના ઉપસંહારમાં અન્ય દર્શનીના વિચાર કરતાં અદ્વૈતવાદ વગેરેની સમીક્ષા કરવામાં આવી છે. તેના ફળમાં મોક્ષ, પરિણામી આત્મા કર્મનો વિચાર કરતાં અદ્વૈતવાદ વગેરેની સમીક્ષા કરવામાં આવી છે. તેમજ અન્યદર્શનીના આગમો પર પણ દ્વેષ નહીં તેની પ્રેરણા છે. બાલ - મધ્યમ ને પંડિત કક્ષાના જીવોથી શરૂ થયેલો ગ્રંથનો વિષયભાગ અંતે નિરાલંબન ધ્યાનયોગ અને તલરૂપ મોક્ષમાં પર્યવસિત થાય છે.
આ ઉપરથી જોઈ શકાશે કે આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ યોગમાર્ગને અનુરૂપ એવી સર્વસાધારણ નવિ પરિભાષામાં જૈનપરંપરા પ્રસિધ્ધ આધ્યાત્મિક વિકાસક્રમનું યોગરૂપે નિરૂપણ કરવામાં પહેલ કરી છે. આ ગ્રંથ પર આચાર્યશ્રી યશોભદ્રસૂરિજી કૃત ટીકા ઉપરાંત મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત દીપિકાવૃતિ છે. ‘ષોડશક પ્રકરણ’ એક સંગ્રહગ્રંથરૂપ હોવાથી ઘણાં વિષયો આવરી લેવાયા છે.
આચાર્યશ્રી શીલપૂર્ણાશ્રીજી, મુનિ શ્રી પુણ્યવિજયજી, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી આદિ અનેક આચાર્યએ તથા શ્રી પ્રવિણચંદ્ર, શ્રી ધીરજલાલ વગેરે વિદ્વાનોએ યોગશતક ગ્રંથ પર અનેક વિવેચનો અને અનુવાદો કરેલ છે. તે યોગશતક ગ્રંથની કૃતિઓની સૂચિ પરિશિષ્ટપમાં દર્શાવેલ છે.
યોગશતક ગ્રંથનો પરિચય આગળના પ્રકરણમાં વિસ્તારથી કરેલ છે.
45