________________
(૧) મિત્રા, (૨) તારા (૩) બલા (૪) દીપા : આ ચાર દ્રષ્ટિઓને મિથ્યાત્વનો અલ્પ અંશ
હોય છે. (૫) સ્થિરા, (૬) કાંતા (૭) પ્રભા (૮) પરા : આ ચાર દ્રષ્ટિઓને મિથ્યાત્વનો અભાવ હોય છે.
આ વિભાગ અનુક્રમે પાતાંજલદર્શન પ્રસિદ્ધ યમ, નિયમ આદિ આઠ યોગાંગને આધારે તેમજ ખેદ, ઉદ્વેગ આદિ બૌદ્ધ પરંપરા પ્રસિદ્ધ આઠ દોષોના ત્યાગને આધારે અને અદ્વેષ, જિજ્ઞાસા આદિ આઠ યોગગુણનાં પ્રાગટ્યને આધારે કરવામાં આવેલ છે. આ આઠ ભૂમિકામાં વર્તતા સાધકનાં સ્વરૂપનું ત્યારબાદ વિગતે વર્ણન છે. યોગની આઠ દ્રષ્ટિઓનું કોષ્ટક આ પ્રમાણે છે.
યોગની આઠ દ્રષ્ટિઓનું કોષ્ટક ક્રમ | યોગદ્રષ્ટિ | યોગાંગ | દોષ-ત્યાગ | ગુણ-પ્રાપ્તિ બોધઉપમાં | વિશેષતા મિત્રા
ખેદ | અષ | તૃણાગ્નિ કણ | મિથ્યાત્વ તારા નિયમ ઉદ્વેગ જીજ્ઞાસા | ગોમય અગ્નિકણ | મિથ્યાત્વ બલા આસન
સુશ્રુષા કાષ્ઠ અગ્નિકણ | મિથ્યાત્વ દીપા પ્રાણાયામ ઉત્થાન શ્રવણ દીપપ્રભા મિથ્યાત્વ સ્થિરા પ્રત્યાહાર ભ્રાન્તિ | બોધ
રત્નપ્રભા સમ્યકત્વ કાંતા ધારણા અન્યમુદ્દ મીમાંસા તારાપ્રભા સમ્યકત્વ પ્રભા
ધ્યાન ફુગ | પ્રતિપતિ સૂર્યપ્રભા સમ્યકત્વ પરા સમાધિ | આસંગ | પ્રવૃત્તિ ચંદ્રપ્રભા સમ્યકત્વ
ક્ષેપ
ત્યારબાદ ત્રીજા વર્ગીકરણમાં યોગીઓને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. જે પૂર્વનું એકમ ૨.૬માં સમજૂતી આપેલ છે. (૩) યોગવિંશિકા (પ્રાકૃત).
આચાર્યશ્રી વસુબંધુજીએ વિજ્ઞાનવાદનું નિરૂપણ કરવા માટે વિશિંકા, ત્રિશિકા જેવા ગ્રંથોની રચના કરી છે. આચાર્યશ્રી હરિભદ્રસુરિજીએ પણ એવી રચનાઓનું અનુકરણ કરી પ્રાકૃતમાં વિંશિકાઓનું પ્રણયન કર્યું. ‘વિંશતવિંશિકા' નામના પ્રકરણ અંતર્ગત “યોગવિંશિકા' યોગવિષયક એક એવું નાનું પ્રકરણ છે. જેમાં ૨૦ પ્રાકૃતગાથાઓનાં માધ્યમથી યોગની વિકસિત અવસ્થાઓનું નિરુપણ છે. યોગનાં મુખ્ય અધિકારીનાં રૂપમાં ચારિત્રીનો નિર્દેશ કરતાં તેના સર્વ ધર્મવ્યાપારોને યોગ કહી આચાર્યશ્રી હરિભદ્રસુરિજીએ પોતાની વ્યાપક તેમજ ઉદાર દ્રષ્ટિનો પરિચય આપ્યો છે. જે પ્રવૃતિ મુક્તિ તરફ લઈ જાય તે યોગ છે.” કહી યોગની પાંચ ભૂમિકાઓ દર્શાવી છે.
43