________________
: અનાદિ અવિદ્યા કલ્પિત એવી ઇષ્ટ-અનિષ્ટ વસ્તુઓ પ્રત્યે વિવેકપૂર્વક તટસ્થતા કેળવવી તે સમતા યોગ છે.
યોગફળ
: યોગથી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેમજ સૂક્ષ્મ કર્મનો ક્ષય થાય છે.
(૫) વૃતિસંક્ષય યોગ : વિજાતીય દ્રવ્યથી ઉદ્દભવેલ ચિત્તની વૃતિઓનો જડમૂળથી નાશ કરવો તે વૃતિસંક્ષય.
યોગફળ : વૃતિસંક્ષયથી કેવળજ્ઞાન, શૈલેષીપદ પ્રાપ્તિ અને સદાનંદાયિની અનાબાધિત મોક્ષ પ્રાપ્તિ ઉદ્દભવે છે.૩૫
(૪) સમતાયોગ
આમ અધ્યાત્મ, તેથી ભાવના, તેથી ધ્યાન તેથી સમતા અને તેથી વૃતિક્ષય અને વૃતિક્ષય થતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
આ યોગભૂમિકાઓ પૈકી પહેલી ચારને આચાર્યશ્રી હરિભદ્રસુરિજી પતંજલિ સંમત સંપ્રજ્ઞાત સમાધિ સાથે અને છેલ્લીને અસંપ્રજ્ઞાત સાથે સરખાવે છે. યોગિક અનુષ્ઠાનોથી તેની પ્રશસ્તા, અપ્રશસ્તાના આધાર પર પાંચ વિભાગમાં વિભાજિત છે.
•
વિષ
ગર
અનુષ્ઠાનના પાંચ ભેદ
* આ ભવમાં ભાવિમાં ધન-પુત્ર-યશલાભનાં આશયથી થતાં ધર્માનુષ્ઠાન તે વિષ.
* પરભવમાં દેવ-ઈન્દ્રચક્રવર્તીપણાનાં આશયથી થતાં ધર્માનુષ્ઠાન તે ગર.
* કોઈપણ જાતનાં ઉપયોગશૂન્ય જે અનુષ્ઠાન કરાય તે અનનુષ્ઠાન.
ઉત્તમાનુષ્ઠાન પ્રત્યેના રાગથી કરાતું પ્રાથમિક ધર્માનુષ્ઠાન તે તદ્દહેતુ.
આ અનુષ્ઠાન જિનેશ્વર કથિત છે. એવા ભાવપૂર્વક અને અતિશય સંવેગપૂર્વક કરાતું અનુષ્ઠાન તે અમૃતાનુષ્ઠાન.
અનનુષ્ઠાન
તદ્દહેતુ
અમૃતાનુષ્ઠાન
.
*
પહેલાં ત્રણ અસદ્દનુષ્ઠાન છે, જ્યારે છેલ્લા બે સદ્દનુષ્ઠાન છે. અપુનર્બન્ધક આદિ યોગધિકારીઓને સદ્દનુષ્ઠાન જ હોય છે. આ ગ્રંથમાં અનેક સ્થાનો પર પાતાંજલ યોગ તેમજ બૌદ્ધયોગ સાથે તુલનાત્મક અધ્યયન દ્વારા પરસ્પર સમનવ્ય સ્થાપિત કરવામાં આવ્યો છે. તેમજ યોગ નિરૂપણ સાથે અનેક દાર્શનિક તત્વોની સમીક્ષા કરવામાં આવી છે.
(૨)
યોગદ્રષ્ટિ સમુચ્ચય (સંસ્કૃત)
આ કૃતિ ૨૭૭ શ્લોક પ્રમાણે છે. જે અનુષ્ટુપ છંદમાં છે. આ ગ્રંથમાં જીવનાં આધ્યાત્મિક વિકાસક્રમનું નિરુપણ નવીન દ્રષ્ટિકોણથી કરતાં વિકાસાવસ્થાને યોગદ્રષ્ટિઓના માધ્યમથી સમજાવવામાં આવ્યું છે. યોગબિંદુમાં વર્ણિત ‘પૂર્વસેવા’ નું જ વિસ્તૃત નિરૂપણ ‘યોગબીજ' નાં રૂપમાં કરવામાં આવ્યું છે. તે અતિરિક્ત યોગ્યતાભેદનાં આધાર પર પ્રથમ યોગનાં ૩ ભેદ દર્શાવ્યા છે.
41