________________
(૧) યોગબિંદ (સંસ્કૃત)
અનુષુપ છંદમાં રચાયેલ પ૨૭ ગાથાની આ કૃતિ અધ્યાત્મ ઉપર પ્રકાશ પાડે છે. તેમાં વિવિધ વિષયોનું નિરૂપણ છે. માં સૌ પ્રથમ યોગનાં અધિકારી તેમજ અનાધિકારીની ચર્ચા કરતાં ક્રમશઃ ૩૧મી ગાથામાં પાંચ પ્રકારના યોગથી મોક્ષનું નિરૂપણ છે.
“अध्यात्मा भावना ध्यानं समता वृतिसंक्षयः ।
मोक्षेण योजनाद योग एव श्रेष्ठो यथोतरम् ।। ગાથાર્થ : ૧) અધ્યાત્મ ૨) ભાવના ૩) ધ્યાન ૪) સમતા ૫) વૃત્તિસંક્ષય આ પાંચ મોક્ષમાર્ગના અંગ છે. કારણ કે મોક્ષમાર્ગમાં જોડે છે. આ અંગો એક એકથી શ્રેષ્ઠ છે.
ભાવના
ના સંક્ષય
સમતા
ધ્યાન
(૧) અધ્યાત્મ યોગ : ઉચિત પ્રવૃતિપૂર્વક અણુવ્રત કે મહાવ્રતયુક્ત મૈત્રી, કરૂણા, મુદિતા,
ઉપેક્ષા એ ચાર ભાવનાયુક્ત એવું તત્વચિંતન તે આધ્યાત્મ યોગ છે. યોગફળ ? આ તત્વચિંતનથી પાપક્ષય, સત્વ, શીલ, શાશ્વત, ભાવે પ્રગટે છે. અને
અમૃત સમાન જ્ઞાનાદિનો સત્ય અનુભવ પ્રાપ્ત થાય છે. શ્લોક ૩૫૯ (ર) ભાવનાયોગ : આધ્યાત્મયોગનો પુનઃ પુનઃ અભ્યાસ કરતાં અનુક્રમે પ્રાપ્ત થતી
મનની સ્થિરતાને ભાવનાયોગ કહેવાય છે. યોગફળ : ભાવનાયોગથી કામ, ક્રોધ, આદિ અશુભ ભાવોની નિવૃતિ અને જ્ઞાન
આદિ શુભ ભાવોની પુષ્ટિ અને શુદ્ધ ચિતની વૃદ્ધિ થાય છે. શ્લોક ૩૬૧ (3) ધ્યાનયોગ : શુભ એક આલંબનથી સ્થિર પ્રદીપ જેવું અને સૂક્ષ્મોપયોગ યુક્ત
ચિત્તને ધ્યાન કહે છે. યોગફળ : સર્વકાર્યોમાં સ્વાધીનતા, સ્થિરભાવ, અનુબંધ, વ્યવચ્છેદવાળા
ધ્યાનથી મિથ્યાચારનો પરિત્યાગ થાય છે. શ્વાસોશ્વાસથી મંત્ર ઉપર લક્ષ રહે છે. વૃતિનો વિચ્છેદ થતાં શુદ્ધિ થાય છે.
ન 40 -