________________
૪૪ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીને જિનાગમો પરનું બહુમાન
આચાર્યશ્રી હરિભદ્રસુરિજી ધુરંધર યુગપુરુષ હતા. તેમના મૌલિક શાસ્ત્રો ઉપરાંત આગમ વિવેચનોનાં એમના વચનોને પછીના આચાર્યો પોતાના ગ્રંથમાં ઉદ્ધરણ તરીકે લે છે. એમના પોતાના વાક્યો સૂત્રો જેવા છે. જેના પર સારું વિવેચન થઈ શકે. આ રચનાનો બધો પ્રતાપ તેઓ જિનાગમોનો જ માને છે. તેઓ એક સ્થાને લખે છે કે
“હા ! અહાહા કહું હું તા, હા ! જઈ ણ હું તો જિણાગમો,”
અર્થાત્ અરે ! જો આ જિનશાસનના આગમો ન મળ્યા હોત તો ઘોર સંસારસાગરમાં મારું શું થાત ? અજ્ઞાન મિથ્યાત્વના અંધકારમાં અહત્વ અને મિથ્યા પ્રવૃતિમાં રચ્યાપચ્યા રહી શેષ ભાવના ગુણાકાર કર્યા હોય ! આ ઉદ્દગાર સૂચવે છે કે એમને જિનાગમ પર ભારોભાર અને અનન્ય બહુમાન હતું. તેમજ શાસ્ત્રો રચવામાં પણ ઉપયોગી બોધ અને પ્રેરણા એમણે જિનાગમોથી લીધી હતી. તેઓ બ્રાહ્મણકુળમાં જન્મેલા અને એ કુળના જે સંસ્કાર તથા એ કુળની વિદ્યા (વેદ, પુરાણ વગેરે) પામેલા ! તેઓને જિનાગમ વગેરે ન મળવાનું મળી ગયું. એટલે એમને નવાઈનો પાર ન રહ્યો અને જિનાગમ પર અથાગ રાગ બંધાઈ ગયો. અહો ! આ વિશ્વોતમ જિનાગમની પ્રાપ્તિ! “નિરંતર આ અહોભાવને લીધે જિનાગમમાંથી રત્નો લઈ લઈને મૂળ શાસ્ત્રો અને ટીકાની રચનાઓ જ કરતાં રહ્યા. ૪.૫ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી રચિત યોગગ્રંથોનો સંક્ષિપ્ત પરિચય
જૈનશાસ્ત્રોમાં આચાર્યશ્રી હરિભદ્રસુરિજીના સમય પહેલા આધ્યાત્મિક વિકાસક્રમનું વર્ણન ચૌદ ગુણસ્થાનકરૂપે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મારૂપે અથવા ધર્મધ્યાન શુક્લધ્યાનરૂપે મળે છે. આચાર્યશ્રી હરિભદ્રસુરિજી જ જૈનપરંપરામાં સર્વપ્રથમ આત્માના વિકાસનું યોગરૂપે વર્ણન કરે છે. એટલું જ નહિ. પરંતુ પરિભાષા તેમજ વર્ણનશૈલી સુદ્ધાં નવી જ યોજે છે. “મોક્ષેખ યોની યોગ” “આત્માને મોક્ષ સાથે જોડી આપે તેવો વ્યાપાર તે યોગ”. આવો અર્થ કરી આત્માના વિકાસનું વર્ણન યોગરૂપે આચાર્યશ્રી હરિભદ્રસુરિજીએ સર્વપ્રથમ કરેલ છે. તેઓએ માત્ર જૈન પરંપરાના સાહિત્યમાં જ નહિ, પરંતુ સમગ્ર આધ્યાત્મિક પરંપરાના સાહિત્યમાં એક નવી જ કેડી પાડી છે.
આચાર્યશ્રી હરિભદ્રસુરિજીનાં યોગવિષયક મુખ્ય ગ્રંથો ચાર છે. (૧) યોગબિંદુ, (૨) યોગદ્રષ્ટિ સમુચ્ચય, (૩) યોગશતક, (૪) યોગવિશિકા ૫) બ્રહ્મસિધ્ધિ સમુચ્ચય અને ૬) ષોડશકનાં કેટલાંક પ્રકરણો જેમ કે ૧૦, ૧૪ અને ૧૬ મું પ્રકરણ યોગવિષયક છે. જેનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે.
39.