________________
ઓતપ્રોત હતું. તેમની આ મહાન વિશેષતા હતી કે જેટલી સફળતા સાથે જૈનદર્શન પર લખ્યું તેટલી ગંભીરતા સાથે બૌદ્ધ અને વૈદિક વિષયો પર પણ પોતાની લેખનીની ચલાવી. ખંડનમંડન સમયે પણ મધુર ભાષાનો પ્રયોગ કરતા હતા. ૪.૨.૪ સ્વપરંપરાને પણ નવી દ્રષ્ટિ અને નવી ભેટ
તેઓએ પરવાદીઓ કે પરંપરાઓ સાથેના વ્યવહારમાં જે તટસ્થવૃતિ અને નિર્ભયતા દર્શાવી છે. તેવી જ સ્વપરંપરા પ્રત્યે પણ દર્શાવી છે. ૪.૨.૫ અંતર સાધવાનો કીમિયો
તેઓએ પોતાના દર્શન અને યોગ પરંપરાનાં ગ્રંથોમાં એવી શૈલી સ્વીકારી છે કે જેન પરંપરામાં મૌલિક ગણાય એવા સિદ્ધાંતો સર્વ સમજી શકે. ભિન્ન ભિન્ન સંપ્રદાયો વચ્ચે બની શકે તેટલું અંતર ઓછું કરવાનો યોગીગમ્ય માર્ગ આચાર્યશ્રી હરિભદ્રસુરિજીએ વિકસાવ્યો છે. અને સૌ એકબીજામાંથી વિચાર-આચાર મોકળે મને ગ્રહણ કરી શકે એનું દ્વાર ખુલ્લું કર્યું છે જે સાચે જ વિરલ છે.
આ જ રીતે આચાર્યશ્રી હરિભદ્રસુરિજીના વિશિષ્ટ ગુણોથી વિચાર-વર્તનની નવી દિશા ઉઘાડી છે. તે આજનાં યુગનાં અસાંપ્રદાયિક અને તુલનાત્મક અધ્યયનમાં ખુબ ઉપકારક છે. ૪.૩ આચાર્યશ્રી હરિભદ્રસુરિજીની યોગશતકમાં તુલનાદ્રષ્ટિ
તેઓએ યોગશતકમાં યોગનું લક્ષણ કે સ્વરૂપ ત્રણ દ્રષ્ટિઓથી રજુ કરી તુલનાનું દ્વાર ઉઘાડ્યું છે. યોગ એ શ્રેયઃ સાધવાનો દીર્ધતમ ધર્મવ્યાપાર છે. એમાં બે અંશો છે. (૧) નિષેધભાગીય (૨) વિધિભાગીય
કલેશોને નિવારવા તે નિષેધ બાજુ તેને લીધે પ્રગટતી શુધ્ધિને કારણે ચિત્તની કુશળમાર્ગીય પ્રવૃત્તિ તે વિધિ બાજુ. આ બંને બાજુઓને આવરતો ધર્મવ્યાપાર એ જ ખરી રીતે પૂર્ણ યોગ છે. પણ આ યોગનું સ્વરૂપ પતંજલિએ ‘ચિત્તવૃત્તિ નિરોધ૫ શબ્દથી પ્રધાન પણે અભાવમુખ સૂચવ્યું છે. જ્યારે બૌધ્ધ પરંપરાએ “કુશળ ચિત્તની એકાગ્રતા યા ઉપસંપદા જેવા શબ્દો દ્વારા પ્રધાનપણે ભાવમુખે સૂચવ્યું છે. બંને લક્ષણોને તુલના દ્રષ્ટિએ નિર્દેશ્યા છે. અને અંતે જૈનસંમત લક્ષણ જે તેઓએ બધા ગ્રંથોમાં યોજ્યું છે. બંને લક્ષણોનો દ્રષ્ટિભેદ સમાવેશ સૂચવ્યો છે. તેમનું અભિપ્રેત લક્ષણ એ છે કે જે ધર્મવ્યાપાર મોક્ષ તત્વ સાથે જોડાણ કરી આપે તે યોગ” આ એમનું લક્ષણ સર્વગ્રાહી હોઈ તેમાં નિષેધભાગીય અને વિધિભાગીય બંને સ્વરૂપો આવી જાય છે. - ઉમાસ્વાતિજી, સિધ્ધસેન દિવાકરજી, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે જે પ્રકરણાત્મક પદ્ધતિનું પ્રચલન કર્યું હતું એ પ્રકરણ રચનાઓને આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ વ્યવસ્થિત રૂપ આપ્યું. તેમના સમસ્ત સાહિત્યમાં બધી ભારતીય ચિંતન પરંપરાઓનો પર્યાપ્ત ઉલ્લેખ જોવા મળે છે. એટલું જ નહી પરંતુ વ્યવહારિક તેમજ તલનાત્મક દ્રષ્ટિકોણનાં આધાર પર આચાર્યશ્રી
- 33 -