________________
હરિભદ્રસૂરિજીએ જનધર્મની જે જે વિશિષ્ટતાનો અનુભવ કર્યો. તેને તટસ્થ ભાવથી પોતાના ગ્રંથોમાં પ્રગટ પણ કર્યો. ૪.૪ આચાર્યશ્રી હરિભદ્રસુરિજી રચિત ગ્રંથો
આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી શ્વેતાંબર જૈનસંપ્રદાયના લબ્ધ કીતિ આચાર્ય હતા. તેઓ પંડિતોમાં અગ્રણી હતા. જેન દીક્ષા અંગીકાર કર્યા બાદ ખુબ જ પરિશ્રમ, નિષ્ઠા અને ગુરુભક્તિની સાથે અધ્યયન કરતાં બહું થોડા જ સમયમાં જૈનાગમોનાં સૂક્ષ્મ સિદ્ધાંતોનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
જૈનાગમ ગ્રંથો પર સંસ્કૃત ભાષામાં વૃતિ લખવાનું કાર્ય સર્વ પ્રથમ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ જ કર્યું. સત્યની અધિકાધિક નજીક પહોંચી શકાય તે દ્રષ્ટિથી તેઓએ જૈનેતર દર્શનોનાં વિચારોને પણ પોતાના હૃદયમાં ઉંડાણપૂર્વક ઉતારવા પ્રયાસ કર્યો. તેઓ અનેકાંતવાદના વિશેષ પોષક હતાં દાર્શનિક પરંપરામાં અનેકાંતવાદને વ્યવહારિક રૂપ આપવાનો પ્રયત્ન કર્યો. તેમના મતે “યુક્તિની કસોટી પર જે પણ તત્વ પરિક્ષણમાં ખરા ઉતરે તેને નિઃસંકોચ તટસ્થભાવથી જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. પોતાના અને અન્ય મતોમાં સામ્ય દર્શાવવા જે તુલનાત્મક દ્રષ્ટિકોણ અપનાવ્યો તે તેમની વ્યાપક તેમજ ઉદાર દ્રષ્ટિના પરિચાયક છે.
પ્રત્યેક લેખકની પોતાની વિશિષ્ટ શૈલી હોય છે. આચાર્યશ્રી હરિભદ્રસુરિજીની પણ પોતાની આગવી શૈલી છે. જે પ્રતિભાત્મક તેમજ ભાષાસૌષ્ઠવથી પરિપૂર્ણ છે. તેમના ગ્રંથોની સંખ્યા બહુ મોટી છે. પૂર્વ પરંપરા પ્રમાણે તેઓ ૧૪૦૦, ૧૪૪૦ અને ૧૪૪૪ ગ્રંથોના કર્તા મનાય છે. શ્રી ગુણરત્નસુરિજી, મણિભદ્રસુરીજી અને વિદ્યાતિલકજી આ ત્રણે વ્યાખ્યાકારોએ ખૂબ આદર સાથે આચાર્યશ્રી હરિભદ્રસુરિજીનાં નામ સાથે સ્વીકાર કરે છે કે તેઓએ ૧૪૦૦ ગ્રંથોની રચના કરી છે. આચાર્યશ્રી હરિભદ્રસુરિજીએ પ્રાકૃત અને સંસ્કૃત બંને ભાષામાં તેમજ ગદ્ય અને પદ્ય બંને શૈલીમાં લખ્યું છે. તેઓએ માત્ર અનેક ગ્રંથો જ નથી લખ્યા, પરંતુ અનેકવિધ વિષયો પણ મૌલિક રીતે સ્પર્યા છે. તેઓએ ચારેચાર અનુયોગવિષયક ગ્રંથો લખ્યાં છે. જેમ કે, - -
ધર્મસંગ્રહણી, ષડદર્શન, સમુચ્ચય આદિ ક્ષેત્રસમાસ આદિ પંચવસ્તુ, પંચાશક, ધર્મબિંદુ, ઉપદેશપદ, સંબોધપ્રકરણ આદિ સમરાઈય્યાહા, ધૂર્તાખ્યાન, કથાકોષ આદિ અનેકાંત જયપતાકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ન્યાયપ્રવેશ વૃતિ આદિર
દ્રવ્યાનુયોગ વિષયક ગણિતાનુયોગ વિષયક ચરણકરણાનું યોગ વિષયક ધર્મકથાનુયોગ વિષયક ન્યાય વિષયક
34