________________
૪.૧.૭ સમાધિ મરણ
જૈન સાધનાની ચરિતાર્થતા મૃત્યુના સમયે જોવા મળે છે. ભલે શ્રાવક હોય કે શ્રમણ સર્વને માટે જીવનના અંત સમયે સંથારો-સંલ્લેખના વ્રતનું ખુબ મહત્વ છે. આચાર્યશ્રી હરિભદ્રસુરિજી પણ પોતાના જીવનના અંતિમ સમયે અનશન આદરી શાંત ચિત્તે કાલગત
થયા,
૪.૨ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના વિશિષ્ટ પાંચ ગુણો
આચાર્યશ્રી હરિભદ્રસુરિજી સરળ તેમજ સૌમ્ય પ્રકૃતિના પુરુષ હતા. જૈનદર્શન પ્રત્યે તેઓની શ્રદ્ધા અનંત હતી. તેમનું હૃદય નિષ્પક્ષતાપૂર્ણ હતું. તેઓ ઉદારવંત સાધુ તેમજ સત્યના ઉપાસક હતા. ધર્મ અને તત્વના વિચારોનાં ઉહાપોહ સમયે પણ તેઓએ મધ્યસ્થતા તમજ ગુણાનુરાગતાની જરાપણ ઉપેક્ષા કરી નથી. તેમના સમસ્ત ગ્રંથોમાં તેમની સર્વતોમુખી પ્રતિભાના દર્શન થાય છે. તેમની ઉદાત્ત દ્રષ્ટિ, અસંપ્રદાયિક વૃતિ, નિર્ભય અને નમ્રતાનાં ગુણો પ્રગટ થાય છે. તે ઉપરાંત તેમના ગ્રંથોમાં જોવા મળતાં પાંચ વિશિષ્ટ ગુણો આ પ્રમાણે છે. ૪.૨.૧ સમત્વ
આધ્યાત્મિકતાનું પરમ લક્ષ્ય સમભાવ તેમજ નિષ્પક્ષતા છે જે તેમના દર્શન અને યોગને લગતા ગ્રંથોમાં સ્પષ્ટ દેખાય છે. તેમની પ્રસિદ્ધ ગાથા દ્વારા સમત્વ-તટસ્થતાના બીજ જણાય છે.
पक्षपातो न मे वीरे न द्वेषः कापिलादिषु ।
મદ્રવપતં ચ તસ્ય કાર્ય પર૬: T30ા લોકતત્વ નિર્ણય. ગાથાર્થ : ‘વીર પ્રત્યે મને પક્ષપાત નથી અને કપિલ આદિ પ્રત્યે મને દ્વેષ નથી. યુક્તિવાળું
જેનું વચન હોય તેનું જ ગ્રહણ કરવા યોગ્ય છે. ૪.૨.૨ તુલના
આચાર્યશ્રી હરિભદ્રસુરિજીએ પરાપૂર્વથી ચાલી આવતી ખંડન-મંડનની પરિપાટીમાં તુલનાદ્રષ્ટિનો ઉમેરો કર્યો છે. સત્યની વધારેમાં વધારે નજીક પહોંચી શકાય એ હેતુથી તેઓએ પરવાદીના મંતવ્યોના હૃદયમાં વધુ ને વધુ ઉંડા ઉતરવા પ્રયત્ન કર્યો છે. અને પોતાના મંતવ્ય સાથે તે પરવાદી મંતવ્ય, પરિભાષા ભેદ કે નિરૂપણ હોવા છતાં કઈ રીતે સામ્ય ધરાવે છે. તે એમણે સ્વ-પરમતતી તુલના દ્વારા અનેક સ્થળે દર્શાવ્યું છે. તત્વચિંતન, આચાર કે યોગના વિષયમાં તુલના તેમજ સમન્વય દ્વારા નિરૂપણ કરવાનું પ્રસ્થાન ભારતીય વાડમયમાં તેમણે જ પ્રારંવ્યું છે.૪ ૪.૨.૩ બહુમાનવૃતિ
ક્યારેક પરવાદી મંતવ્યોથી જુદા પડવા છતાં તેમના પ્રત્યે જે વિરલ બહુમાન અને આદર દર્શાવે છે. તેમણે આધ્યાત્મિક ક્ષેત્રમાં આપેલી વિરલ ભેટ છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીનું બહુશ્રુત વ્યક્તિત્વ વૈદિક, જૈન અને બૌદ્ધ પરંપરાના ગંભીર અધ્યયનમાં
- 32 -