SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રજીએ પૂછ્યું કે, “ધર્મ એટલે શું ? અને તેનું ફળ શું ?" ગુરુજીએ જવાબ આપ્યો કે, “સકામ અને નિષ્કામ એમ બે ધર્મ છે. સકામ “ધર્મનું ફળ સ્વર્ગાદિ છે. જ્યારે નિષ્ઠામ ધર્મનું ફળ તો ભવનો-સંસારનો વિરહ એટલે મોક્ષ છે. શ્રી હરિભદ્રજી કહ્યું કે, “હું તો ભવવિરહ-મોક્ષ પસંદ કરું છું.” આથી તેમણે ગુરુજી પાસે જૈન પ્રવજ્યા લીધી. મોક્ષનાં ઉદ્દેશથી જ પ્રવજ્યા ભણી વળ્યા, તેથી એમનો મુદ્રાલેખ ‘ભવવિરહ' બની ગયો. (ર) શિષ્યોનાં વિયોગનો પ્રસંગ ચિત્તોડમાં જ બૌધ્ધ પરંપરાનો પણ વિશિષ્ટ પ્રભાવ હતો. એ પરંપરાનો અભ્યાસ કરવા ગયેલા પોતાના જિનભદ્ર અને વીરભદ્ર એ બે શિષ્યોનું ધર્મદ્રષને પરિણામે મૃત્યુ થયું. આથી શ્રી હરિભદ્રસુરિજી ઉદ્દીગ્ન થયા. પણ શિષ્યોની જેમ ગ્રંથો પણ એક મહાન ધર્મવારસો છે. એમ સમજી તેઓ ગ્રંથરચનામાં વિશેષ ઉઘુક્ત થયા. એમનો જે દીક્ષાકાલીન ‘ભવવિરહ' મુદ્રાલેખ હતો તે તેમના મનમાં રમી રહ્યો હતો અને આ આઘાત સમાવવાનું બળ પણ તે મુદ્રાલેખમાંથી મળી ગયું. તેમને લાગ્યું કે સંસાર તો અસ્થિર જ છે. એમાં ઇષ્ટનો વિયોગ એ કોઈ અસ્વાભાવિક ઘટના નથી એટલે એ વિયોગ માટે અનુતાપ કરવો તે કરતાં ભવવિરહમોક્ષધર્મને ઉદ્દેશી ગ્રંથરચનામાં એકાગ્ર થઈ જવું એ જ કર્તવ્ય છે. ઉપરોક્ત વિગત “કહાવલી' અનુસાર છે. તે ઉપરાંત અન્ય ગ્રંથોમાં હંસ અને પરમહંસ નામના બે શિષ્યોની વિગત છે. જેઓ બૌદ્ધ સિદ્ધાંતોનું અધ્યયન કરવા બૌદ્ધમઠમાં ગયા હતા. બંને શિષ્યોને બૌદ્ધોએ ધર્મદ્રેષને કારણે મારી નાંખ્યા. આચાર્યશ્રી કલ્યાણવિજયજીનાં મત અનુસાર ‘કહાવલી’ નું લખાણ પ્રાચીન અને પ્રામાણિક છે. (3) યાચકોને અપાતા આર્શીવાદનો અને તેના દ્વારા બોલાતા જય-જયકારનો પ્રસંગ આ વિષેની જે ખાસ ઘટના ‘કહાવલી’માં છે. તે લલ્લિગ નામનાં શ્રાવક શ્રી હરિભદ્રસુરિજી પ્રત્યે અનન્ય આદર ધરાવતા હતા. તે રોજ મુનિઓની ભિક્ષા સમયે શંખ વગાડતા હતા. તે સાંભળી યાચકો આવતા. લલિગ તેઓને ભોજન કરાવતા. પાછા વળતાં તેઓ શ્રી સુરિજીને વંદન કરતા અને શ્રી સુરિજી તેમને “ભવવિરહ કરવામાં ઉદ્યમવન્ત થાઓ એમ આર્શીવાદ આપતા. આ સાંભળી ‘ઘણું જીવો ભવવિરહસૂરિજી આમ બોલતાં તેઓ પોતાને સ્થાને જતાં, આ રીતે આચાર્યશ્રી હરિભદ્રસુરિજી ‘ભવવિરહસૂરિ' નામથી પ્રસિદ્ધ થયા. ઉપરોક્ત ત્રણ મુખ્ય ઘટનાઓ બાદ આચાર્ય પોતાના પ્રત્યેક ગ્રંથના અંતમાં કોઈને કોઈ રીતે અર્થસંબંધ જોડીને ‘ભવવિરહ' અથવા ‘વિરહ’ શબ્દનો પ્રયોગ અવશ્ય કર્યો છે. તેથી આચાર્યશ્રી હરિભદ્રસુરિજી ‘વિરહાંક કવિ' પણ કહેવાયા છે. તેઓનાં ગ્રંથોનું લખાણ કરાવવાનું કામકાજ લલ્લિગ શ્રાવક કરતાં હતાં. તેણે આ ગ્રંથલેખનમાં અઢળક દ્રવ્ય ખર્ચ્યુ છે. ૪.૧.૬ પોરવાડ જ્ઞાતિની સ્થાપના આચાર્યશ્રી હરિભદ્રસુરિજીએ મેવાડમાં પોરવાડ વંશની સ્થાપના કરી અને તેઓએ જૈન પરંપરામાં દાખલ કર્યા. એવી અનુશ્રુતિ જ્ઞાતિઓનાં વંશજોએ સાચવી રાખી છે.રર 3
SR No.007277
Book TitleYogshatak Granth Ek Aadhyayan
Original Sutra AuthorN/A
AuthorJagruti Nalin Gheewala
PublisherAntarrashtriya Jainvidya Adhyayan Kendra
Publication Year2011
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy