________________
ગુરૂભાઈ હતાં. તેમની પાસે જવા કહ્યું. સવાર થતાં જ હરિભદ્રસુરિજી આચાર્ય જિનદત્તસૂરિજી પાસે પહોંચ્યા. તે સમયે માર્ગમાં તે જૈનમંદિર પણ આવ્યું. જ્યાં એકવાર ઉન્મત્ત હાથીથી બચવા આશ્રય લીધો હતો અને ‘વ,રેવ તવાપરે પમિષ્ટાન્ન મોનનમ્ (તમારું શરીર કહે છે કે તમને મિષ્ટાન્ન ભોજન છે) કહીને જિનપ્રતિમાનો ઉપહાસ કર્યો હતો. આજે આ વાક્યનું સ્મરણ એકદમ જુદુ જ દેખાયું. આચાર્યશ્રી જીનદત્ત સુરિજી પાસે પહોંચ્યા. સૂરિજીએ સંતોષ થાય એ રીતે વાત કરી કહ્યું કે “જો પ્રાકૃત શાસ્ત્ર અને જૈન પરંપરાનો પૂરેપૂરો અને પ્રમાણિક અભ્યાસ કરવો હોય તો તે માટે જૈન દીક્ષા આવશ્યક છે.” આચાર્યશ્રી હરિભદ્રસુરિજી સ્વભાવે તદ્દન સરળ અને સ્વપ્રતિજ્ઞામાં દ્રઢ: એટલે તેઓએ આચાર્ય જિનદત્તસૂરિજી પાસે જૈન દીક્ષા
રી. અને સાથે જ પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે પોતાને એ સાધ્વીજીનાં ધર્મપુત્ર તરીકે જાહેર કર્યા. સાધ્વીજીનું નામ યાકિની હતી. કોઈપણ પુરુષે તો પુરુષ પાસે જ દીક્ષા લે એટલે તેમણે દીક્ષા આચાર્યશ્રી જિનદત્તસૂરિજી પાસે લીધી. સાથે સાથે મહત્તરા યાકિની સાધ્વીજીનું ધર્મ-ઋણ ચૂકવવા પોતાને ઘર્મતી યાની મતાસુન" તરીકે ઓખાવવામાં આચાર્યશ્રી હરિભદ્રસુરિજીએ ગૌરવ અનુભવ્યું.
આ સાથે તેમના જીવનમાં વળાંક આવી ગયો. હરિભદ્રસુરિજીએ વૈદિક દર્શનનાં પારગામી વિદ્વાન તો હતા જ. જૈન દીક્ષા અંગીકાર કર્યા પછી તેઓ જૈનપરંપરાના અનેકવિધ શાસ્ત્રોનું પણ પારગામી અવગાહન કર્યું. અને હવે તેઓએ સંસ્કૃત પ્રધાન સર્વતોમુખી પ્રતિભા, વિદ્વતા તેમજ યોગ્યતાથી પ્રભાવિત થઈને ગુરૂએ તેમને પોતાના પટ્ટધર શિષ્ય બનાવ્યા અને આચાર્યપદ પર નિયુક્ત કર્યા.૧૫ અને હવે આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીથી સન્માનિત થયા.
જેમ જેમ શ્રી હરિભદ્રજીને જૈનદર્શનના ગૂઢ રહસ્યોનું જ્ઞાન મળતું ગયું તેમ તેમ તેમના આત્મામાં વૈરાગ્ય અને સંવેગની તીવ્ર ભાવના પ્રબળ થતી ગઈ. તેઓએ પરિશ્રમ, નિષ્ઠા અને ગુરુભક્તિની સાથે અધ્યયન કરતાં બહુ થોડા સમયમાં જ જિનાગમના સૂક્ષ્મ સિદ્ધાંતોનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. આ રીતે એમણે પોતાના જીવનમાં બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાની વિદ્યાઓને એકરસ કરી મહત્વનાં આગમ - ગ્રંથો ઉપર સંસ્કૃત ટીકા લખી પ્રાકૃતભાષામાં વિવિધ પ્રકારનું પુષ્કળ સાહિત્ય પણ રચ્યું. ૪.૧.૫ “ભવવિરહ' - મુદ્રાલેખ
આચાર્યશ્રી હરિભદ્રસુરિજીના ઉપનામ તરીકે બીજું એક વિશેષણ પ્રસિદ્ધ છે અને તે છે મવર' એમણે પોતે જ પોતાની કેટલીક રચનાઓમાં ‘ભવવિરહ ના ઇચ્છનારા' તરીકે પાતાને નિર્દેશ્યા છે.
‘ભવવિરહ’ શબ્દ પાછળ મુખ્ય ત્રણ ઘટનાઓનો સંકેત છે. (૧) ધર્મ સ્વીકારવાનો પ્રસંગ
યાકિની મહત્તરાએ જ્યારે શ્રી હરિભદ્રજીને પોતાના ગુરુશ્રી જિનદત્તસૂરિજી પાસે મોકલ્યા અને ગુરુશ્રી જિનદત્તરસૂરિજીએ શ્રી હરિભદ્રજીને પ્રાકૃત ગાથાનો અર્થ સમજાવ્યો, ત્યારબાદ શ્રી
30