________________
૪.૧.૩ સમય
આચાર્યશ્રી હરિભદ્રસુરજીનો સમય પૂર્વથી આવેલી માન્યતા પ્રમાણે વિ. સં. ૫૩૦ થી ૫૮૫ ગણાતો. ડૉ. યાકોબી ‘ઉપમિતિ ભવપ્રપંચ કથા'ની પ્રસ્તાવનામાં વિક્રમની નવમી - દશમી સદી જણાવે છે. શ્રી કલ્યાણવિજયજીએ અનેક બાહ્ય તેમજ આંતર પ્રમાણોની સમાલોચના કરી તેમનો સમય વિ. સ. ૭૫૭ થી ૮૨૭ નિશ્ચિતપણે સાબિત કર્યો છે. એ નિર્ણય દરેક ઐતિહાસિક સ્વીકાર્યો છે. આ સમય સાથે પૂર્ણપણે મેળ ખાય એવા ઉલ્લેખો આચાર્યશ્રી હરિભદ્રસુરિજીનાં વિવિધ ગ્રંથોમાં મળે છે. અને તેથી વિ.સં. ૭૫૭ થી ૮૨૭ આચાર્યશ્રી હરિભદ્રસુરિજીનો સત્તાસમય નિર્વિવાદ સિદ્ધ થયો છે. ૪.૧.૪ વિદ્યાભ્યાસ
આચાર્યશ્રી હરિભદ્રસુરિજીનો વિદ્યાભ્યાસ પ્રાચીન બ્રાહ્મણ પરંપરા પ્રમાણે સંસ્કૃતભાષાથી શરૂ કરેલો. તેઓએ કોઈને કોઈ બ્રાહ્મણ વિદ્યાગુરૂએ પાસેથી વ્યાકરણ, સાહિત્ય, દર્શન અને ધર્મશાસ્ત્ર વગેરે સંસ્કૃતપ્રધાન વિદ્યાઓનું પાકે પાયે પરિશીલન કરેલું. તેઓ પંડિતોમાં અગ્રણી હતા. તેઓએ ષડ્રદર્શનોમાં ‘તલસ્પર્શી' પાંડિત્ય અને વેદ-વિદ્યાઓમાં પરમ - નિષ્ણાંતતા પ્રાપ્ત કરી હતી. તે કારણે તેઓનું ‘વાદીન્દુ’ અને ‘વિદ્વત-શિરોમણી' કહેવામાં આવતા હતા. પોતાની અસાધારણ પ્રતિભા પર તેમને ખુબ ગર્વ હતો. પોતાને વિશ્વાસ હતો કે સંસારમાં એવી કોઈ પણ વિદ્યા નથી જેને પોતે ન જાણતા હોય. કહેવાય છે કે “સમસ્ત જમ્બુદ્વીપમાં તેમના જેવો કોઈ વિદ્વાન નથી.’ એ ઘોષિત કરવા આચાર્યશ્રી હરિભદ્રસુરિજી પોતાના હાથમાં જમ્બુ વૃક્ષની ડાળી રાખતા હતા. પોતાની એ પ્રતિજ્ઞા હતી કે જો કોઈ પણ શાસ્ત્ર કે વચનનો અર્થ સમજવામાં નિષ્ફળતા મળે તો તે સમજવા માટે તેમનું શિષ્યત્વ સ્વીકારવામાં પોતે કોઈ સંકોચ નહી રાખે.” સંયોગવશ એક દિવસ એવું બન્યું. એક નાની ઘટનાથી તેમના જીવનમાં આમૂલ પરિવર્તન થયું."
એકવાર તેઓ ચિત્તોડમાં જૈન ઉપાશ્રય પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ઉપાશ્રયમાં યાકિની મહત્તારા નામના જૈન સાધ્વીજી આગમોના પાઠ કરી રહ્યા હતાં. તેમના દ્વારા બોલાતી પાકૃત ગાથા એમના કાને પડી.
चक्किदुगं हरिपणगं पणगं चक्कीण केसवो चक्की । केसव चक्की केसव दुचक्की केसी य चक्की य ।।१२
આ ગાથા તેઓએ સાંભળી. અર્થ સમજાયો નહીં આર્યશ્રી હરિભદ્રસુરિજી મૂળે જીજ્ઞાસાની મૂર્તિ એટલે તેઓ ઉપાશ્રયમાં ગયા. સાધ્વીજીને અર્થ પૂછ્યો. તેઓએ અર્થ સમજાવ્યો. “પ્રથમ બે ચક્રવર્તી થયા, પછી પાંચ વાસુદેવ, પછી પાંચ ચક્રી, તે પછી એક વાસુદેવ અને ચકી, તે પછી કેશવ અને ચક્રવર્તી ત્યારબાદ કેશવ અને બે ચક્રવર્તી, પછી કેશવ અને છેલ્લા ચક્રવર્તી થયા.” અર્થ સાંભળી પોતાની પ્રતિજ્ઞાનુસાર શિષ્યત્વ પ્રદાન કરવાની પ્રાર્થના કરી. સાધ્વીજીએ તેમને પોતાના ગુરુ આચાર્યશ્રી જિનદત્તસૂરિજી જેઓ વિદ્યાધરકુળનાં આચાર્યશ્રી જિનભટ્ટજીનાં
29 -