________________
પ્રકરણ-૪ ગ્રંથકર્તા આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીનું જીવન અને કવન ૪.૧ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના જીવનની રૂપરેખા
mોગશતક ગ્રંથ નાં ગ્રંથકર્તા આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી છે. જેઓ શ્વેતાંબર જૈન સંપ્રદાયનાં લબ્ધતિ આચાર્ય હતા. યાકિની નામના પરમવિદુષી જૈન સાધ્વીજીનાં ધર્મપુત્ર તરીકે પ્રખ્યાત હતા. એવા આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ આત્મવિકાસનાં અનુપમ સાધનરૂપ એવા ‘યોગશતક' ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથમાં ૧૦૦ શ્લોક પ્રમાણે છે. છતાં સંક્ષેપથી યોગની પ્રારંભિક ભૂમિકાથી આરંભી અંતિમ ભૂમિકા જીવનપર્યતનું બધુ વર્ણન સમાવિષ્ટ છે. આ ગ્રંથમાં વ્યવહારથી અને નિશ્ચયથી યોગની વ્યાખ્યા બતાવી યોગનાં અધિકારી તરીકે અપુનર્બન્ધક, અવિરત સમ્યગષ્ટિ, દેશવિરતિધર અને સર્વવિરતિધર બતાવ્યા છે.
આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના જીવન અને કાર્યને સૂચવતાં અને તેનું વર્ણન કરતાં સાહિત્ય, પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી જર્મન અને અંગ્રેજી ભાષાઓમાં અનેક વિદ્વાનો અને લેખકોએ પ્રકાશિત કર્યા છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના જીવનને લગતી માહિતી આપતા સાહિત્યોની સૂચિ પરિશિષ્ટ-૪માં
આપવામાં આવેલ છે.' ૪.૧.૧ જન્મસ્થાન
આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીનાં જીવનની માહિતી આપનાર ગ્રંથોમાં સહુથી પ્રાચીન મનાતી ભદ્રેશ્વર કૃત ‘કહાવલી' નામના પ્રાકૃતિ કૃતિ છે. કહાવલીની રચનાનો સમય નિશ્ચિત નથી. પરંતુ ઇતિહાસ એ કૃતિને વિક્રમના બારમા સૈકાની આસપાસ માને છે. કહાવલી અનુસાર તેમનું જન્મસ્થાન ‘પિવુંબઈ બંભપુણી’ છે. જ્યારે અન્ય ગ્રંથોમાં એમનું જન્મસ્થાન ‘ચિત્તોડ - ચિત્રકુટ' માનવામાં આવે છે. આ બે નિર્દેશો જુદા હોવા છતાં વસ્તુતઃ એમાં ખાસ વિરોધ જેવું નથી લાગતું. કારણ કે સંભવતઃ બંભyણી જેનો સંકેત બ્રહ્મપુરીનો મળે છે. તેનો સંબંધ ચિત્તોડ કે તેની નજીક કોઈ બ્રાહ્મણ વસતી સાથે હોઈ શકે. આ રીતે બ્રહ્મપુરી કોઈ નાનું ગામ કે વસ્તી કે કસબો હોય જે ચિત્તોડની આસપાસ હશે, તેથી જે ઉત્તરકાલીન ગ્રંથોમાં વધારે પ્રખ્યાત ચિત્તોડનો નિર્દેશ સચવાઈ રહ્યો હોઈ શકે." ૪.૧.૨ માતા-પિતા
આચાર્યશ્રી હરિભદ્રસુરજીનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતાનું નામ શંકર ભટ્ટ અને માતાનું નામ ગંગા હતું. ગણધરસાધશતકની સુમતિગણિકૃત વૃતિ રચના સં. ૧૨૯૫માં તો હરિભદ્રજીનો બ્રાહ્મણ તરીકે સ્પષ્ટ નિર્દેશ થાય છે. આચાર્ય હરિભદ્રસુરજી અદ્દભુત પ્રતિભાશાળી સંપન્ન વિદ્વાન હતા તેથી તેમને ચિત્તોડ રાજ્યનાં જિતારી રાજાનાં પુરોહિત બનવાનો અવસર મળ્યો. રાજદરબારમાં ખુબ જ પ્રતિષ્ઠિત અને સન્માનીય હતા.
28.