________________
૩.૫ ધ્યાતા - ધ્યેય - ધ્યાનની ત્રિપુટી
ધ્યાનનાં પ્રમુખ ત્રણ અંગ કે તત્વ માનવામાં આવે છે. ધ્યાતા : ધ્યાન કરનારા સાધક ધ્યેય : સાધક કોઈ વસ્તુ કે તત્વનું આલંબન લે છે તે. ધ્યાન : આલંબન દ્વારા ચિત્તની એકાગ્રતા.
જ્ઞાનાર્ણવમાં ધ્યાનનાં લક્ષણને નિરૂપિત કરતાં ધ્યાતામાં આઠ ગુણ હોવા જરૂરી છે. તો જ ધ્યાનની સિધ્ધિ પ્રાપ્ત થાય છે. “મુમુક્ષુર્જન્મનિર્વિઘણ: શરતો ચિરાજી ધ્યાતાનાં આઠ ગણો (૧) ધ્યાતા મુમુક્ષ હોય
(૫) સ્થિર હોય (૨) સંસારથી વિમુક્ત હોય
(૬) જિતેન્દ્રિય હોય (૩) ક્ષોભરહિત તેમજ શાંતચિત્ત હોય (૭) સંવર યુક્ત હોય (૪) વશી હોય
(૮) ધીરગંભીર હોય
આ પ્રકારે ધ્યાન જે વ્યવહારિક ક્ષેત્રમાં મનની એકાગ્રતાના અર્થમાં પ્રચલિત છે તે આધ્યાત્મિક સાધનાનાં ક્ષેત્રમાં એક બહુ જ વ્યાપક સાધના અને આત્મશક્તિઓને પ્રબધ્ધ કરી સ્વરૂપ દશાને પ્રાપ્ત કરવા માટે એક અમોધ શસ્ત્ર માનવામાં આવે છે. ધ્યાન કરનાર ધ્યાતા ક્રમશઃ પોતે જ ધ્યેય સ્વરૂપને પ્રાપ્ત કરતાં ધ્યાતા જ ધ્યાન બની જાય છે. આ દશામાં ધ્યાતા જે પહેલા ‘દાસીડહું નો જાપ કરે છે તે હવે “સોડહં' નો ધ્વનિ કરવા લાગે છે. અને આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. ધ્યાતાનું-ધ્યેયમાં સ્થિર થવું-ધ્યાન છે.આ ત્રિપુટીથી મોક્ષપદની પ્રાપ્તિ શક્ય બને છે.
૩.પ્રેક્ષાધ્યાન - વર્તમાન સમયની એક ધ્યાન પદ્ધતિ
પ્રેક્ષા-ધ્યાન' એ એક જૈન સાધના પદ્ધતિનું આધુનિક નામ છે. તે નામ તેરાપંથનાં નવમાં આચાર્ય શ્રી તુલસીનાં સાન્નિધ્યમાં યુવાચાર્ય શ્રી મહાપ્રજ્ઞજી એ ઈ.સ. ૧૯૭૫માં જયપુરમાં ચાતુર્માસ દરમ્યાન આપ્યું.
પ્રેક્ષાનો અર્થ છે પોતે પોતાને જોવું એટલે કે પોતાને જોવાની પ્રક્રિયા તે “પ્રેક્ષા' છે. પ્રેક્ષાનો ઉદ્દઘોષ છે. આત્માથી આત્માને જોવો. ૩.૬.૧ પ્રક્ષાનો અર્થ - વ્યંજના
‘પ્રેક્ષા' શબ્દ રચનાની દ્રષ્ટિએ ‘પ્ર’ ઉપસર્ગ અને “કું' ધાતુનાં સંયોગથી બનેલ છે. જેનું તાત્પર્ય છે ઉંડાણથી જોવું, ધ્યાનથી જોવું. પ્રેક્ષામાં ઉંડાણથી, ધ્યાનથી જોવું અર્થાત અંતરજ્ઞાનથી જાણવું, અનુભવ કરવો, સાક્ષાત્કાર કરવો.
| 25