________________
જેમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અપ્રશસ્ત ધ્યાન હોવાથી સંસારનાં કારણ - સંસાર વધારનાર રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. તેમજ ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન પ્રશસ્ત ધ્યાન હોવાથી સંસારની મુક્તિનું કારણ તેમજ સર્વકર્મક્ષય કરી મોક્ષ - હેતુનાં સ્વરૂપમાં સ્વીકાર કરવામાં આવ્યો છે.
સ્થાનાંગસૂત્ર, સમવાયાંગ સૂત્ર, ભગવતી સૂત્ર, ઔપપાતિક સૂત્ર, મૂલાચાર, સમણભૂતમ વગેરે ગ્રંથો તેમજ અનેક જૈનાચાર્યોની ધ્યાન વિષયક રચનાઓમાં ધ્યાનમાં પ્રકારો આ પ્રમાણે છે.
ધ્યાનનાં ભેદ - પ્રભેદ
અપ્રશસ્ત ધ્યાન (અશુભ ધ્યાન)
પ્રશસ્ત ધ્યાન (શુભ ધ્યાન)
આર્તધ્યાન
રૌદ્રધ્યાન
ધર્મધ્યાન
શુક્લધ્યાન
- અમનોજ્ઞ સંપ્રયોગ હિંસાનંદી આજ્ઞા વિચય પૃથ્થકત્વ વિતર્ક સવિચાર મનોજ્ઞ સંપ્રયોગ મૃષાનુબંધી અપાય વિચય એક વિતર્ક અવિચાર આતંક સંપ્રયોગ તેયાનુબંધી વિપાક વિચય સૂક્ષ્મક્રિર્યા નિવર્તિ
કામભોગ સંપ્રયોગ સંરક્ષણાનુબંધી સંસ્થાન વિચય સંમૂચ્છનક્રિયા પ્રતિપાતી ૩.૪ ધ્યાનની સફળતાનાં સાધનો
ધ્યાન સાધનાની સફળતા માટે જૈનગ્રંથોમાં ધ્યાનની સામગ્રી બતાવવામાં આવી છે જે આ પ્રમાણે છે. (ક) તત્વાનુશાસન : પરિગ્રહનો ત્યાગ, કષાયોનો નિગ્રહ, વ્રત-ધારણ, મન તથા
ઈન્દ્રિયોનો સંયમ વગેરે. (ખ) તવાનુશાસન : ધ્યાનની સિધ્ધિ માટે સદગુરુ, સમ્યફ-શ્રધ્ધાન, નિરંતર
અભ્યાસ તથા મનની સ્થિરતા. (ગ) યોગસાર : સાધકનો વાણી પરનો સંયમ તથા શરીરની ચંચળતાનો
નિષેધ. (ઘ) ભગવતી આરાધના : નાકનાં અગ્રભાગ પર દ્રષ્ટિને સ્થિર કરીને એક વિષયનું ટીકા
પરોક્ષજ્ઞાનમાં ચૈતન્યને રોકીને શુધ્ધ પોતાના આત્મામાં સ્મૃતિનું અનુસંધાન.
-
24
-