________________
ધ્યાનની પરિભાષા (ક) ધ્યાનશતક: એકાગ્રતાને પ્રાપ્ત મન જ ધ્યાન છે." (ખ) તત્વાનુશાસન : “સંવર અને નિર્જરાનું કારણ ધ્યાન છે." (ગ) તત્વાનુશાસન : ધ્યાન જ યોગ છે અને એ પ્રસંખ્યાન સમાધિમાં નામથી પણ
જાણવામાં આવે છે. (ઘ) તત્વાર્થાધિગમ ભાષ્ય : “વચન - કાય અને ચિત્તનો નિરોધ જ ધ્યાન છે.*
અહીં સ્પષ્ટ થાય છે કે જેન પરંપરામાં ધ્યાનનો સંબંધ માત્ર મનથી નહી. પરંતુ તે કાયા, વચન અને મન ત્રણેથી સબંધિત છે. જે આ પ્રમાણે છે. (૧) કાયા : શરીરનું શિથીલીકરણ કે સ્થિરીકરણ તે કાયિક ધ્યાન છે. (૨) વચન : વાણીનો ધ્યેય સાથે યોગ / બંનેમાં એકરસતા તે વાચિક ધ્યાન છે. (૩) મન : મનનો ધ્યેય સાથે યોગ તે માનસિક પ્લાન છે.
આમ જૈનદર્શનમાં મન-વચન-કાયાની એકાગ્ર પ્રવૃત્તિને જ ધ્યાન માનવામાં આવે છે. જ્યાં મન એકાગ્ર તેમજ પોતાનાં લક્ષ્ય પ્રતિ વ્યાપ્ત થાય છે. તથા શરીર અને વાણી પણ એ જ લક્ષ્ય પ્રતિ વ્યાપ્ત થાય છે. ૩.૨ ધ્યાનનું સ્વરૂપ
ધ્યાન જ્યારે વ્યવહારિક ક્ષેત્રથી હટીને શુધ્ધ આધ્યાત્મિક અર્થમાં આવે છે, ત્યારે તેની સાથે કંઈક નવો અર્થ, નવુ સ્વરૂપ પણ લાવે છે. અધ્યાત્મ તેમજ યોગસાધનાનાં ક્ષેત્રમાં ધ્યાનનો અર્થ અને સ્વરૂપ બંને બદલાય છે. અધ્યાત્મ ક્ષેત્રનાં મહાન આચાર્યો શ્રી સિધ્ધસેન દિવાકરજી, શ્રી હરિભદ્રસૂરિજી, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી તેમના યોગબિંદુ, યોગદ્રષ્ટિ સમુચ્ચય, યોગશાસ્ત્ર વગેરે ગ્રંથોમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ને ધ્યાનની સીમા પરથી હટાવીને માત્ર ધર્મધ્યાન અને શુક્લધ્યાનને જ સ્થાન આપે છે. ત્યાં ચિત્તની એકાગ્રતા માત્રને ધ્યાન નહીં પરંતુ શુભ વિષયમાં ચિત્તની એકાગ્રતાને જ ધ્યાન યોગ કહે છે.
આચાર્ય સિધ્ધસેન દિવાકરજી કહે છે, “શુમૈવ પ્રત્યે ધ્યાન દિપકની સ્થિર લી સમાન શુભલક્ષ્યમાં ચિત્તની એકાગ્રતાને ધ્યાન દર્શાવે છે. દ્રવ્યસંગ્રહમાં બતાવ્યું છે કે, “ગપ્પા મણૂમિ રમો રૂમેવ પરં જ્ઞાનું ” આત્માનું આત્મામાં લીન થઈ જવું જ પરમ ધ્યાન છે.” ૩.૩ ધ્યાનનાં ચાર પ્રકારો
નાગમોમાં મુખ્ય રૂપ થી બે પ્રકારનાં ધ્યાનનું વર્ણન છે. અપ્રશસ્ત ધ્યાન અને પ્રશસ્ત ધ્યાન. અશુભ પરિણામોથી થતું ધ્યાન અપ્રશસ્ત ધ્યાન છે અને શુભ પરિણામોથી થતું ધ્યાન પ્રશસ્ત ધ્યાન છે. એ બંને ધ્યાનમાં ૨- ૨ ભેદ છે. (૧) અપ્રશસ્ત ધ્યાન: આર્તધ્યાન અને રૌદ્રધ્યાન. (૨) પ્રશસ્ત ધ્યાન : ધર્મધ્યાન અને શુક્લધ્યાન.
23