________________
પ્રકરણ-૩ : જૈનયોગમાં ધ્યાનનું મહત્વ જૈનયોગ સાધના પદ્ધતિમાં ધ્યાનનું સ્થાન સર્વોપરી છે. અન્ય રીતે એમ પણ કહી શકાય કે ધ્યાન સાધના એ જનયોગ સાધનાનો પર્યાય છે. યોગ એ મન - વચન - કાયાની પ્રવૃત્તિને સ્થિર કરે છે. અને મન - વચન - કાયાથી થતાં કર્મોને અટકાવે છે. યોગ જ સાધકને ધ્યાન તરફ પ્રવેશ આપે છે. સ્વમાં લીન કરે છે. ધ્યાનનાં માધ્યમથી સાધકમાં માનસિક શક્તિ અને સામર્થ્યનો પુંજ પ્રગટ થાય છે. અર્થાત માનવીની બધી જ શક્તિઓ જાગ્રત થાય છે. જેનાથી કર્મોનો સંપૂર્ણ ક્ષય થઈ જાય છે. જેને પૂર્ણ આત્મિક સુખ માનવામાં આવે છે. ‘આત્માનુશાસન' માં કહે છે કે જેનાથી અસુખ લેશમાત્ર પણ ન હોય તેને જ યથાર્થ સુખ કહે છે. એવું સુખ જીવને કર્મ-બંધનથી રહિત થઈને મુક્તિ પ્રાપ્ત કરાવે છે. યોગ - ધ્યાન
- મુક્તિ ૩.૧ ધ્યાનનો અર્થ અને પરિભાષા
ધ્યાન શબ્દ “ી વિન્તયાન ધાતુથી નિષ્પન્ન થાય છે. જેનો અર્થ છે અંતઃકરણમાં વિચાર કરવો, ચિંતન કરવું શ્વાસ - ઉચ્છવાસને રોકીને શરીરને સમાધિસ્થ કરી લેવું તે જ માત્ર ધ્યાન નથી. કાયાનાં યોગોની સ્થિરતા ધ્યાન માટે આવશ્યક છે. જે કાર્યોત્સર્ગ અંતર્ગત છે જ. વસ્તુતઃ કોઈ એક વસ્તુ કે વિષય પર ચિત્તને લગાવવું, એકાગ્રતા પૂર્વક વિચાર કરવો તે
ધ્યાન છે. ધ્યાન એક આંતરિક મહાન શક્તિ છે. જે સમસ્ત સિદ્ધિઓનાં દાતા છે. આચાર્ય હસ્તીમલજી જણાવે છે કે... “વિષયાભિમુખ મનને વિષયોથી દૂર કરી સ્વરૂપાભિમુખ કરવાની સાધનાનું નામ જ યોગ અથવા ધ્યાન છે.
ઉમાસ્વાતિજી તત્વાર્થ સૂત્રમાં જણાવે છે કે, “કોઈ એક વિષયમાં ચિત્તની સ્થિરતા તે ધ્યાન'. ધ્યાન મનની બહુમુખી ચિંતનધારાને એક તરફ પ્રવાહિત કરે છે. જેનાથી સાધક અનેક ચિત્તથી દૂર હટી એક ચિત્તમાં સ્થિત થાય છે. તે જ ધ્યાન છે. એ જ ગાથામાં આગળ કહે છે કે, ઉત્તમ સંહનન ધરાવનારનું એકાગ્ર ચિંતા નિરોધ ધ્યાન છે.” સંહનન = હાડકાની મજબૂતાઈ, સંહનનના છ પ્રકાર જે નીચે પ્રમાણે છે.
સંહનનનાં છ પ્રકાર | | | વજઋષભનારાય
કાલિકા 2ષભનારાય
અર્ધનારાજ સમૂવર્તકાપ પ્રથમ ત્રણ સંહનન ધ્યાન માટે ઉત્તમ માનવામાં આવે છે. સહુથી પ્રથમ વ્રજઋષભનારાય સંવનન સર્વોત્તમ છે. ત્યારબાદ ઉત્તરોત્તર હાડકાની મજબૂતાઈ ઘટતી જાય છે. આ પ્રમાણે ધ્યાનમાં સ્થિર અધ્યવસાયને ધ્યાનનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.
નારાજ
-
22
-