________________
બીજા પણ જ્ઞાનયોગ, તપોયોગ, ક્રિયાયોગ, ભક્તિયોગ, રાજયોગ, મંત્રયોગ, હઠયોગ, લયયોગ, નાદયોગ, આનંદયોગ, કર્મયોગ, સમાધિયોગ, ઉપાસના - ભૂમિકાયોગનું વર્ણન મળે છે. પાતાંજલ યોગસૂત્રમાં અષ્ટાંગયોગનું પણ વર્ણન આવે છે. જેમકે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.
આ બધા ભિન્ન ભિન્ન પ્રકારનાં યોગોનું વર્ણન સ્વ-પર દર્શનનાં ગ્રંથોમાં જોવા મળે છે. ૨. યોગીઓના પ્રકાર
યોગીનાં કુલ ચાર પ્રકાર છે
(૧) ગોત્રયોગી (૨) કલયોગી (૩) પ્રવૃતચક્ર યોગી (૪) નિષ્પન્ન યોગી (૧) ગોત્રયોગી
અહીં ગોત્ર એટલે કે નામમાત્ર, જેઓ નામમાત્રથી યોગી છે. પરંતુ વાસ્તવમાં યોગની સાથે કંઈ સંબંધ નથી. સામાન્યથી તેમના પૂર્વજો કેટલાક વર્ષ પહેલા યોગી થતા હોવાને કારણે તેઓ ભૂમિભવ્ય એટલે કે સુંદર ગોત્રવાળા થયા પછીથી સાધના નીકળી ગઈ તેમને અંશમાત્રથી પણ યોગની અપેક્ષા નથી. તેઓ ગોત્રયોગી કહેવાય છે. (૨) કુલયોગી
જેઓ યોગીઓનાં પ્રસિદ્ધ કુળમાં જન્મ્યા છે. અને યોગદશા પોતાનામાં પણ આવે તેવી ભાવનાવાળા છે. યોગ પ્રાપ્તિના પ્રવેશને યોગ્ય ગુણો જે નીચે પ્રમાણે છે. (૧) સર્વત્ર અદ્વેષ
(૨) ગુરૂપ્રિય (૩) દ્વિજપ્રિય
(૪) દેવપ્રિય (૫) દયાવાન
(૬) જ્ઞાનવાન (૭) વિનીત
(૮) ઈન્દ્રિય દમન ઉપરોક્ત આઠ ગુણોથી ગુતિ છે. તેઓ કુલયોગી છે. (૩) પ્રવૃતચક્ર યોગી
જેઓ યોગદશા સાધવાના ચક્રોમાં એટલે કે ધર્માનુષ્ઠાન સમુહમાં પ્રવૃત હોય છે. અને ઈચ્છાયોગ તથા પ્રવૃત્તિયોગ જેણે સાધ્યો છે. તથા સ્થિરતાયોગ અને સિદ્ધિયોગનાં જેઓ અર્થી છે. તેઓ પ્રવૃતચક્ર યોગી છે. અર્થાત યોગદશાની સાધનામાં વર્તનારા પ્રવૃતચક્ર યોગી છે.
યોગદશાની સાધનામાં પ્રવૃત્ત યોગીમહાત્માનું ચિત્ર પરિશિષ્ટ-૨માં આપવામાં આવેલ છે. (૪) નિષ્પન્ન યોગી
જેઓ યોગદશા પ્રાપ્ત કરી ચૂક્યા છે. સાધવાનું પ્રયોજન સમાપ્ત થઈ ગયું છે. તેઓ નિષ્પન્ન યોગી કહેવાય છે.
- 19 )