________________
૨.૫ યોગનાં ભેદ-પ્રભેદ
યોગ એટલે મોક્ષને અનુકૂળ એવી જીવની પરિણતિ અને તે પરિણતિ તરતમતાનાં ભેદથી અનેક ભેદવાળી છે. યોગનાં વિવિધ પ્રકારે અનેક ભેદોનું વર્ણન યોગબિંદુ, યોગવિંશિકા, ષોડશક, યોગદ્રષ્ટિ સમુચ્ચય, યોગશાસ્ત્ર, યોગભેદ દ્વાત્રિશિકા વગેરે યોગગ્રંથોમાં મળે છે. જે આ પ્રમાણે છે. યોગભેદ દ્વત્રિશિકા નીચે પ્રમાણે યોગના પ્રકારોનું વર્ણન આપવામા આવેલ છે."
(૧) અધ્યાત્મ યોગ (૨) ભાવનાયોગ (૩) ધ્યાન યોગ (૪) સમતાયોગ અને (૫) વૃત્તિસંક્ષય યોગ એમ પાંચ પ્રકારના યોગ છે. તે ઉપરાંત -
(૧) સ્થાનયોગ (૨) ઊર્ણયોગ (૩) અર્જયોગ (૪) આલંબનયોગ અને (૫) નિરાલંબન યોગ એમ પાંચ પ્રકારના યોગ છે. તે ઉપરાંત -
(૧) ઈચ્છા યોગ (૨) પ્રવૃત્તિયોગ (3) ધૈર્ય યોગ અને (૪) સિદ્ધિયોગ એમ ચાર પ્રકારનો યોગ છે. તે ઉપરાંત -
(૧) યોગાવંચક યોગ (૨) ક્રિયાવંચક યોગ (૩) ફલાવંચક યોગ એમ ત્રણ પ્રકારના અવંચક યોગ છે તે ઉપરાંત -
(૧) ઈચ્છાયોગ (૨) શાસ્ત્રયોગ અને (૩) સામર્થ્ય યોગ એમ ત્રણ પ્રકારના યોગ છે. (૧) જ્ઞાનયોગ (૨) દર્શનયોગ અને (૩) ચરિત્ર યોગ એમ ત્રણ પ્રકારના યોગ છે
(૧) મનયોગ (૨) વચનયોગ અને (૩) કાય યોગ એમ ત્રણ પ્રકારના યોગ છે. યોગભેદ દ્વાત્રિશિકામાં આ દરેક બે પ્રકારનાં યોગના નામો નીચે પ્રમાણે છે
(૧) તાત્વિક યોગ અને ૨) અતાત્વિક યોગ (૨) સાનુબંધ યોગ અને ૨) નિરાનુબંધ યોગ (૩) સાશ્રવ યોગ - અને ૨) અનાશ્રવ યોગ (૪) સાપાય યોગ અને ૨) નિરપાય યોગ (૫) સોપક્રમ યોગ અને ૨) નિરુપક્રમ યોગ (૬) સબીજ યોગ અને ૨) નિબીજ યોગ (૭) સાલંબન યોગ અને ૨) નિરાલંબન યોગ (૮) દ્રવ્ય યોગ અને ૨) ભાવ યોગ (૯) નૈશ્ચયિક યોગ અને ૨) વ્યવહારિક યોગ (૧૦)સંપ્રજ્ઞાત યોગ અને ૨) અસંપ્રજ્ઞાત યોગ (૧૧) કર્મયોગ અને ૨) જ્ઞાન યોગ
18.