________________
અધ્યાત્મ સાર' માં સાત પ્રકરણો છે જેમાં ૩૧ અધિકારોમાં કુલ ૧૪૬ બ્લોક છે. જ્યાં વિવિધ ધર્મશાસ્ત્રોમાંનાં અધ્યાત્મનાં બધા વિષયોનું વર્ણન છે. પાંચમાં પ્રકરણમાં યોગ, ધ્યાન અને ધ્યાનની સ્તુતિ વર્ણિત છે.
અધ્યાત્મોપનિષદ'માં સંસ્કૃત ભાષામાં ૨૩૧ શ્લોક છે. જેમાં વૈદિક, ન્યાયાયિક, સાંખ્ય, મીમાંસા, બૌધ્ધ તેમજ જૈનમતનાં સમન્વય પૂર્વક યોગવશિષ્ઠ તથા આચાર્ય હરિભદ્રસૂરિજીનાં ગ્રંથોનાં આધાર સાથે સ્વમતની પુષ્ટિ કરવામાં આવી છે.
‘ાત્રિશંતદ્વાત્રિશિકા' ગ્રંથમાં યોગલક્ષણ, યોગવિવેક, યોગમાહાય વગેરે બત્રીસ વિષયોનું યથાર્થ સ્વરૂપ દર્શાવી બત્રીસ શ્લોકના વિભાજન કર્યા છે. આ કૃતિમાં મુખ્યરૂપથી પાતાંજલ યોગસૂત્ર તેમજ આચાર્ય હરિભદ્રસૂરિજીના યોગગ્રંથોની સરળ વ્યાખ્યા હોવાથી વિશેષ ઉપયોગી છે.
‘પાતાંજલ યોગ સૂત્ર વૃત્તિ’ આ કૃતિનો વિષય આચાર ન હોઈ ને તત્વજ્ઞાન છે. જેમાં રાજયોગ, કર્ભાશય, આત્મા તથા મોક્ષ વિષયક સિધ્ધાંતોની વિશદ ચર્ચા છે.
૧૮મી સદીમાં શ્રી વિનય વિજયજી એ “શાંત સુધારસની રચના કરી જે ભાવના યોગની સુંદર કૃતિ છે.
૨૦-૨૧મી સદીમાં વિ.સં. ૨૦૧૮માં આચાર્યશ્રી તુલસીએ ‘મનોનુશાસનમ' નામના ગ્રંથની રચના કરી. જેમાં જૈનયોગની એક નવી શૈલીનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેઓ પેક્ષાધ્યાન' ના રૂપમાં જૈનયોગની એક મહત્વપૂર્ણ પદ્ધતિ રૂપે પ્રચલિત બન્યા છે.
૨૦મી સદીમાં જ આત્મારામજી મહારાજ દ્વારા “જૈનાગમોમાં અષ્ટાંગયોગ' નામની નાની કૃતિની રચના થઈ છે. ત્યારબાદ લગભગ ૫૦ વર્ષ પછી ૧૯૮૩માં આ કૃતિનાં આધારથી જૈનયોગ સિધ્ધાંત અને સાધના' નામના બૃહદ ગ્રંથની રચના કરી જેમાં ખુબ સુંદર શૈલીમાં પરતીય યોગવિદ્યામાં તુલનાત્મક ચિંતન દ્વારા જૈનયોગની વિશેષતા ઉપર પ્રકાશ પાડ્યો છે.
જૈનસાહિત્યનાં બૃહદ ઇતિહાસમાં યોગ વિષયક કેટલાંક અન્ય ગ્રંથોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત વિવેચનથી સ્પષ્ટ થાય છે કે જૈન પરંપરામાં યોગવિષયક વિપુલ સાહિત્યની રચના થઈ છે. આગમયુગથી લઈને વર્તમાન સમય સુધી એ ત્રણે સમયમાં જૈન સાહિત્યમાં યોગવિષયક ગ્રંથ રચનાઓમાં આચાર્ય હરિભદ્રસૂરીજી, આચાર્ય શુભચન્દ્રજી, આચાર્ય હેમચન્દ્રસૂરિજી તેમજ મહોપાધ્યાય યશોવિજયજી કૃત યોગગ્રંથો માત્ર જૈનસમાજમાં જ નહીં પરંતુ જૈનેત્તર સમાજમાં પણ ખુબ પ્રસિધ્ધ છે.
17