________________
ઉપરોક્ત ચાર પ્રકારનાં યોગીમાંથી ગોત્રયોગી તો નામ માત્રનાં યોગી છે. પરંતુ યોગ સાથે કોઈ સંબંધ નથી કે યોગની તો અલ્પ પણ મનોવૃત્તિ નથી, તેમજ નિષ્પન્ન યોગી તો નિષ્પન્ન થઈ ચૂક્યા છે. તેઓ યોગ સાધી ચૂકેલ હોય છે. તેથી કુલયોગી અને પ્રવૃત્તચક્ર યોગી યોગદશાની સાધનાનાં સાધક હોય છે. તેઓને યોગનાં મર્મનો બોધ જાણવો હોય છે. યોગનાં અર્થી સાધક જીવ શાસ્ત્રવચનથી યોગનો અભ્યાસ કરતાં કરતાં સામર્થ્યની યોગદશામાં પહોંચવા સક્ષમ બનતા હોય છે.
યોગનું એક અંગ ધ્યાન છે. આત્માને શુભમાંથી શુધ્ધ થવા માટે ધ્યાન અનિવાર્ય છે. જૈનદર્શનમાં દર્શાવેલ ચૌદ ગુણસ્થાનકમાંથી બારમાં ગુણસ્થાનકને અંતે આત્મા ક્ષાયિક સમકિતિ થાય છે. અને ત્યારબાદ તે સતત ધ્યાનસ્થ અવસ્થામાં રહે છે. તેમને ધ્યાન કરવું પડતું નથી. સહજ સાધ્ય છે અને છેલ્લે મોક્ષ પદને પામે છે.
ધ્યાન સાધના દ્વારા ચૌદ ગુણસ્થાનકના સોપાનો સર કરતા ધ્યાન યોગી મહાત્મા ધ્યાન સાધના દ્વારા સિદ્ધપદની પ્રાપ્તિ કરે છે તેનું ચિત્ર પરિશિષ્ટ-૩માં દર્શાવેલ છે.
આ ધ્યાનનું જૈનદર્શનમાં શું મહત્વ છે, તે પ્રકરણ-૩ “જૈનયોગમાં ધ્યાનનું મહત્વ દર્શાવેલ છે.
20.