________________
સમ્યગ્ દર્શન :
ઉમાસ્વાતિજી સમ્યગ્દર્શનની વ્યાખ્યા આપતા કહે છે કે तत्वार्थश्रध्धानं સભ્યન્તર્શનમ્ા(સૂત્ર-૧.૨) સમ્યગદર્શન એટલે દેવ, ગુરૂ અને ધર્મમાં સાચી શ્રદ્ધા, સાચી રુચિ જીવાદિ તત્વોને એનાં મૂળ સ્વરૂપમાં સમજવા અને તેમાં શ્રદ્ધા રાખવી.
સમ્યક્ જ્ઞાન :
નય અને પ્રમાણથી થનારું જીવાદિ નવ તત્વોનું યથાર્થ જ્ઞાન તે સમ્યગ્ જ્ઞાન. જ્ઞાન એ ચેતનાનું લક્ષણ છે. જ્ઞાન વડે જ આત્મા પદાર્થને જાણે છે. જ્ઞાન વડે જ આત્મા પોતાનું હિતાહિત સમજી-જાણી પાપકાર્યોથી નિવૃત્ત થતાં શુભકાર્યોમાં પ્રવૃત થાય છે. અને આત્મા વિશુદ્ધ થાય છે. અને દર્શનમાં દૃઢ થાય છે.
સમ્યક્ ચરિત્ર :
તત્વજ્ઞાનનું ફળ પાપકર્મથી હઠવું એ છે સમ્યક્ચારિત્ર. મોક્ષ માટે સમ્યગ્નાનની સાથે સમ્યક્ચારિત્રની આવશ્યકતા છે. ક્રિયાવિહીન જ્ઞાન કે અજ્ઞાનીઓની ક્રિયા વ્યર્થ છે. સમ્યગ્નાન અને સમ્યક્ચારિત્રનાં વિના મોક્ષપ્રાપ્તિ અશક્ય છે.
તપ, ત્યાગ, સંયમ અને શીલરૂપી ચારિત્રનું પાલન કરવા માટે જૈનદર્શનમાં આચાર ધર્મનું મહત્વ દર્શાવ્યું છે. આ આચારધર્મ બે વિભાગમાં વિભાજીત છે. જેનું વર્ણન આગળનાં એકમમાં કરવામાં આવ્યું છે.
શ્રમણાચાર
સમ્યક્ ચારિત્રના પાલન માટે જે વિધિ નિયમોનું પાલન કરાય તે આચાર છે. માપવારો પ્રથમો ધર્મઃ । સાધકની સાધ્ય સિદ્ધિ આચારથી જ થાય છે. તેથી આચાર તે સાધુજીવનનો પ્રાણ છે. ધર્મના પ્રયોજનભૂત મોક્ષની જ કામના કરનાર નિગ્રંથ શ્રમણાચારનાં પાંચ મહાવ્રત આ પ્રમાણે છે. મહાવ્રતનું પાલન એ શ્રમણજીવનની સાધના છે. કારણ કે તેઓ હિંસા વગરેના પૂર્ણતઃ ત્યાગી હોય છે.
(૧)
૧.૭
પ્રાણાતિપાત વિરમણ વ્રત (અહિંસા મહાવ્રત) :
જૈનદર્શન પ્રમાણે આત્મતત્વની દ્રષ્ટિએ બધા જીવો સમાન છે. જ્યારે જૈન સાધુસાધ્વીઓ અહિંસાવ્રત લે છે. ત્યારે તેઓ જીવકાયની હિંસાનો સંપૂર્ણ ત્યાગ કરે છે. અહિંસાના સ્વરૂપને સમજીને શ્રમણ જાણતા-અજાણતા બંને પ્રકારની હિંસાનો ત્યાગ કરે છે. જાણતા એટલે સંકલ્પપૂર્વકનો હિંસાત્યાગ. અજાણતા એટલે અયતના, અવિવેકથી પણ હિંસા-ત્યાગ.
(૨) સર્વવિરત પૃષાવાદ વિરમણ વ્રત (સત્ય મહાવ્રત) :
સર્વવિરત શ્રમણ મૃષાવાદ-અસત્યનો પણ ત્યાગ કરે છે. તેઓ ક્રોધ, ભય, માન, માયા, લોભ, હાસ્ય વગેરે કોઈપણ કારણથી અસત્યનો સર્વથા ત્યાગ કરે છે.
8