________________
૧.૫ અનેકાંતવાદ
અનેકાંતવાદ એ જૈનદર્શનનો એક મહત્વનો સિદ્ધાંત છે. અનેકાંતવાદ એટલે અનેક દ્રષ્ટિબિંદુથી કથન. અનેકાંતવાદ પદાર્થની અનેકાત્મકતા અભિવ્યક્તિ છે. પ્રત્યેક પદાર્થ અનંત લક્ષણ યુક્ત છે. કોઈપણ વસ્તુનાં અનેક અંત એટલે કે ગુણધર્મ હોય છે. વસ્તુનાં પ્રત્યેક ધર્મને, ગુણને, અંતને પુરી રીતે તપાસી તેમાંથી સમગ્રપણે સત્ય તારવવું તે અનેકાંતવાદ. કોઈપણ વિષય, વિચાર, વસ્તુ, પરિસ્થિતિ ઈત્યાદિને વધુમાં વધુ ઉંડાણથી તપાસવાં અને તેમાં દેખાતા પરસ્પર વિરોધી એવા તત્વોનો સમન્વય કરીને તેમાંથી સત્ય તારવવું તે અનેકાંતવાદ. સત્ય એક છે. પરંતુ તેના સ્વરૂપ અનંત હોઈ શકે છે. સ્વરૂપોનું જુદી જુદી અપેક્ષાએ દર્શન કરવું તે અનેકાંતવાદ.
અનેકાંતવાદ માટેનો પારિભાષિક શબ્દ છે. “સ્યાદવાદ'. ચાત એટલે કથંચિત, કેટલુંક જાણવા મળ્યું છે. પરંતુ ઘણું જાણવાનું બાકી છે. અનેકાંતવાદ સિદ્ધાંત છે. અને એ સિદ્ધાંતને અમલમાં મુકવાની રીત, પદ્ધતિ કે શૈલી તે સ્યાદ્વાદ છે.
અનેકાંતવાદ ને જીવનમાં ઉતારવાથી રાગદ્વેષ ઘટે છે. વિસંવાદ દૂર થાય છે, કલેશ ઓછો થાય છે. સમભાવ જન્મે છે. મિત્રતા વિકસે છે. અને સંવાદ-શાંતિ સ્થપાય છે. આથી, જ કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં સમાધાન, શાંતિ અને સંવાદ સ્થાપવા માટે અનેકાંતવાદ ઉત્તમ ફાળો આપી શકે છે. ૧.૭ મોક્ષમાર્ગ
મોક્ષ એટલે સર્વથા કર્મબંધનથી મુક્તિ.
સર્વથા કર્મના બંધનથી મુક્ત થઈને પોતાના શુદ્ધ આત્માસ્વરૂપમાં સ્થિર થવું તેનું નામ મોક્ષ. મોક્ષના સાક્ષીરૂપ ઉત્તરાધ્યયન સૂત્રનો શ્લોક :
अत्थि एवं ध्रुवं ठाणं, लोग्गम्मि दुशरुह ।
– નત્રિ ગરા મળ્યું, વાદિળો વેરશૂળી તા | - અધ્યયન ૧૨. ગાથાર્થ ઃ આ લોકમાં એક જ ધૃવસ્થાન છે. ચઢવું કઠીન છે. જ્યાં જરા, મૃત્યુ, વ્યાધિ, વેદના
નથી. આ મોક્ષમાર્ગનો પાયો છે સમ્યકત્વ. “સમ્યકત્વ' અર્થાત આત્માની સુંદરતા,
સારાપણું, સાચાપણું. તત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે –
સીગદર્શન જ્ઞાન પરિત્રાળ મોક્ષમાર્ગ ' (સૂત્ર-૧.૧) સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર મોક્ષમાર્ગ છે. રત્નત્રય એ આત્માના જ મૂળ ગુણ છે અને એ ગુણોનો ઉત્કૃષ્ટ વિકાસ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ ગુણો પરસ્પર સંબદ્ધ છે. અને એમાંથી કોઈપણ એકનો વિકાસ અધૂરો હોય ત્યાં સુધી આધ્યાત્મિક સાધના પરિપૂર્ણ થતી નથી.