________________
સંવરના પ્રકારો (૧) (૨) (૩) (૪) | (૫).
(૬) I
! ! ! વત સમિતિ ગુપ્તિ ધર્મ અનુપ્રેક્ષા પરિષજય ચારિત્ર (૮) નિર્જરા તત્વ:
પૂર્વ બંધાયેલા કર્મોનાં ક્ષયની પ્રક્રિયા તે નિર્જરા તત્વ નિર્જરાનાં બે ભેદ છે. સકામ નિર્જરા > જે તપ, સંયમ, ધ્યાન દ્વારા કર્મની નિર્જરા થાય છે. અકામ નિર્જરા > જે બંધાયેલા કર્મો અપરિપક્વ થઈને ક્ષય થઈ જાય છે.
સ્વભાવિક કર્મક્ષય તે અકામ નિર્જરા છે. ૧.૪ કર્મવાદ
ભારતીય તત્વચિંતનમાં કર્મવાદ કે કર્મસિદ્ધાંત અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. ચાર્વાક દર્શન સિવાય સર્વ ભારતીય દર્શનો ‘કર્મવાદ' સ્વીકારે છે. જૈનદર્શન કર્મ - સિદ્ધાંતનું સુવ્યવસ્થિત, સુસંબદ્ધ અને સર્વગપૂર્ણ નિરૂપણ કરે છે. જૈન સાહિત્યમાં આચારાંગ સૂત્ર, સ્થાનાંગ સૂત્ર, સમવયાંગ સૂત્ર, વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) અને ઉત્તરાધ્યયન સુત્રમાં આ સિદ્ધાંત અંગે વિશેષ સામગ્રી પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત અનેક આગમેતર સ્વતંત્ર ગ્રંથ કર્મવાદ ઉપર ઉપલબ્ધ છે. જૈનકર્મવા આલસ્યવાદ કે નિરૂદ્યમવાદ નથી, પણ યોગ્ય ઉદ્યમ અને પ્રગતિગામી પ્રયત્નને અવકાશ આપતો ઉપયોગી સિદ્ધાંત છે."
જીવાત્માઓ પ્રતિક્ષણ જાગતા કે ઉંઘમાં, મન-વચન-કાયાનાં યોગ અને અધ્યવસાયથી જે જે શુભ – અશુભ કર્મો કરે છે. તે તે પ્રમાણે કાર્મણ વર્ગણાનાં પુદગલ-પરમાણુઓને પોતાના આત્મા પ્રતિ આકર્ષે છે. કર્મો ઉદયમાં આવી જ્યારે ભોગવાય છે. ત્યારે આત્માને ચોંટેલા તે પુદગલો ખરી પડે છે. આત્મા જ્યારે એક દેહ છોડી બીજો દેહ ધારણ કરે છે. ત્યારે બાકીનાં કર્મ પુદ્ગલ-પરમાણુઓને સાથે લઈ જાય છે, આમ નવા કર્મો બંધાવાની અને જૂના કર્મોનો ક્ષય થવાની પ્રક્રિયા નિરંતર જન્મ - જન્માંતર ચાલ્યા જ કરે છે. કર્મો આઠ પ્રકારના છે. અને આઠેય કર્મો પુરુષાર્થ દ્વારા સંપૂર્ણ કર્મક્ષય થાય છે. ત્યારે આત્મા મુક્તિપદ પામે છે મોક્ષમુક્તિ પછી આત્માને ફરી દેહ ધારણ કરવાનું રહેતું નથી. તે આઠ કર્મો નીચે પ્રમાણે છે :
માવો નાન – ટર્શનાવરણ – વેનીસ – મોનીયાયુદ્ધ - નામ - ગોત્રીન્તરાયાઃ is (૧) જ્ઞાનાવરણીય કર્મ
(૨) દર્શનાવરણીય કર્મ (3) વેદનીય કર્મ
(૪) મોહનીય કર્મ (૫) આયુષ્ય કર્મ
(૧) નામ કર્મ (૭) ગોત્ર કર્મ
(૮) અંતરાય કર્મ