________________
ગંધ - રસ - સ્પર્શ એ ચાર પુદગલનાં ગુણ છે. અને શબ્દ - અંધકાર - ઉદ્યોત - પ્રભા - છાયા અને આતપ આ છ પુદગલનાં પરિણામ યા કાર્ય છે. આ પુદગલનાં ગુણ અને પરિણામોનું સંકલન છે. જેમાં ગુણ હંમેશા દ્રવ્યની સાથે રહે છે. અને પરિણામ યા કાર્ય નિમિત્ત મળે પ્રગટ થાય છે. પુદગલ દ્રવ્યનાં બે ભેદ છે. (૧) પરમાણુ – પુદગલ દ્રવ્યનો અવિભાજ્ય અંશ તે ‘પરમાણુ (૨) સ્કંધ – બે કે તેથી વધુ પરમાણું ભેગા મળીને જે રૂપ ધારણ કરે તે “સ્કંધ (૬) કાળ :
પરિવર્તનનું જ કારણ છે તેને અધ્ધાસમય યા કાળ કહે છે. મુહુર્ત, દિવસ, રાત્રિ, મહિના, વર્ષ એ બધા કાળના વિભાગો છે. નવા નવા રૂપાંતર, ભિન્ન - ભિન્ન પરિવર્તન, જુદા જુદા પરિણામ કાળને આભારી છે. ૧.૩ નવ-તત્વ
આત્માને કર્મોનો બંધ કેવી રીતે થાય છે. જીવ સંસારમાં કેવી રીતે પરિભ્રમણ કરે છે. અને કર્મનો ક્ષય કરી આત્મા કેવી રીતે મુક્તિ પામે છે. ઈત્યાદિની વિચારણા જૈનદર્શનમાં નવતત્વો દ્વારા ખૂબ વિસ્તારથી કરવામાં આવી છે. આ નવ તત્વો આ પ્રમાણે છે.
ગીવા, મનીવા, , પાવું. માવો, સંવરો, ળિક્નરો, વંધો, મોવો | (૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આશ્રવ, (૬) સંવર, (૭) નિર્જરા. (૮) બંધ અને (૯) મોક્ષ (૧) જીવતત્વ :
ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, જીવનું લક્ષણ ઉપયોગ છે. અર્થાત ચેતના છે. જ્ઞાન - દર્શન રૂપી ઉપયોગ, સુખદુઃખ કે અનુકુળતા-પ્રતિકુળતાની અનુભૂતિ તેમજ સ્વ અને પરનું જ્ઞાન જેનામાં હોય તે જીવ કહેવાય છે. ઈન્દ્રિય, બળ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ એ ચાર લક્ષણથી જીવ ઓળખી શકાય છે. જીવો અનંત છે. પ્રત્યેક જીવ સ્વતંત્ર છે. જીવનાં ભેદપ્રભેદનું આગળ વર્ણન થઈ ચૂક્યું છે. (૨) અજીવતત્વ :
જેમાં ચેતના નથી, સુખ-દુઃખની અનુભૂતિ નથી તે અજીવ કહેવાય છે. અજીવનાં પાંચ પ્રકાર દ્રવ્યમાં સમાવિષ્ટ છે. (૩) પુણ્ય તત્વ :
જે તત્વ આત્માને શુભ તરફ લઈ જાય છે, તે પુણ્ય તત્વ. મન-વચન-કાયાથી થતાં શુભ કર્મો તે પુણ્ય, દાન, શીલ, તપ, શુભભાવથી પુણ્ય બંધાય છે. પરિણામે ઉત્તમ કુળ, આરોગ્ય, રૂપ, સંપત્તિ, કીર્તિ, સારો પરિવાર, શુભ સંયોગો, દીર્ધાયુષ્ય વગેરેની પ્રાપ્તિ થાય છે. પુણ્યના નવ પ્રકાર નીચે મુજબ છે.