________________
પરિશિષ્ટ-૧૧
માર્ગાનુસારીનાં ૩૫ ગુણ:
માણસનું મૂલ્ય અને માન તેના ચારિત્રથી છે. ચારિત્રવાન વ્યક્તિ મોક્ષનો પંથ ઝડપથી પાર કરી શકે છે. આથી જેન મહર્ષિઓએ ચારિત્રનિર્માણના ૩૫ ગુણો સૂચવ્યા છે. તે ગુણોનાં ધારણ અને વિકાસથી આત્માનાં ૩૫ ગુણો આ પ્રમાણે છે. ૧. ન્યાયોપાર્જિત ધન : ન્યાય-નીતિ-પ્રમાણિકતાથી આજીવિકા રાખવી. ૨. ઉચિત વિવાહ -: કુળ-જાતિ, સ્વભાવ તેમજ ધર્મ વગેરેને સાનુકુળ પાત્ર સાથે
લગ્ન કરવા. ૩. શિષ્ટ પ્રશંસા : સજ્જન, સંસ્કારી, સદાચારીનાં ગુણોનું અભિવાદન અને
પ્રસંશા કરવી. ૪. શત્રુત્યાગ : કોઈની પણ સાથે વેરભાવ - શત્રુતા રાખવી નહી. ઈન્દ્રિયવિજય
ઈન્દ્રિયોની વૃત્તિ-પ્રવૃત્તિ પર સંયમ રાખવો. ૬. અનિષ્ટ સ્થાન ત્યાગ : જાન-માલ ભયમાં મૂકાય, ધર્મસાધના ડહોળાય તેવા સ્થાનનો
ત્યાગ. ૭. ઉચિત ગૃહ : ધર્મસાધનામાં સહાયક થાય તેવા પાડોશ - વાતાવરણમાં
ઘર રાખવું પાપભય
નાના-મોટા કોઈપણ પ્રકારનાં પાપોથી ડરવું. ૯. દેશાચાર પાલન : સમાજ-રાષ્ટ્રનાં ઉચિત વ્યવહારો, પ્રથાઓનું પાલન કરવુ. ૧૦. લોકપ્રિયતા
સત્કાર્યો અને સેવાભાવથી સહુ કોઈનાં દિલ જીતી લેવા. ૧૧. ઉચિત વ્યય : આવક અનુસાર ખર્ચ કરવો. ૧૨. ઉચિત વ્યવહાર : સમય-સંજોગો અનસાર વર્તન-વ્યવહાર રાખવા. ૧૩. માતા-પિતા પૂજન : માતા-પિતા, વડીલોની સેવા કરવી. ૧૪. સત્સંગ
: સાધુ-સંતો, સજ્જનો સાથે સત્સંગ કરવો. ૧૫. કૃતજ્ઞતા - : ઉપકારીનાં ઉપકારને યાદ રાખવા. યથા સમયે સહાયક થવા
તત્પર રહેવું. ૧૬. અજીર્ણમાં ભોજન ત્યાગ: પેટ પગડે ત્યારે ખાવું નહી બને તો ઉપવાસ કરવો. ૧૭. ઉચિત ભોજન : તન-મન અને આત્માનાં આરોગ્ય અર્થે શુદ્ધ-સાત્વિક, ભોજન
કરવું. ૧૮. જ્ઞાનીપૂજન : જ્ઞાન-જ્ઞાની-જ્ઞાનનાં સાધનોનું આદર, સન્માન, પૂજા કરવી. ૧૯. નિંદા કાર્ય ત્યાગ : દેશ, કુળ, ધર્મની અપેક્ષાએ જે કાર્યો નિંદિત ગણાતા હોય
તે કરવા નહી.