________________
જે સતું છે તે દ્રવ્ય છે. જુદી જુદી અવસ્થાઓ, પર્યાયો બદલાવા છતાંય જેનું મૌલિક રૂપ અને શક્તિ ધ્રુવપણે યથાવત રહે છે. તે દ્રવ્ય છે. દ્રવ્યના દરેક અંશમાં પ્રતિપળે પરિવર્તન થતું રહે છે. ઉત્પત્તિ અને નાશની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. પરંતુ દ્રવ્યનું મૂળભૂત સ્વરૂપ સ્થિર
રહે છે.
૧.૨ છ દ્રવ્ય
જૈનાચાર્યો સત, તત્વ, અર્થ, દ્રવ્ય, પદાર્થ, તત્વાર્થ આદિ શબ્દોનો પ્રયોગ પ્રાયઃ એક જ અર્થમાં કરતા રહ્યા છે. જેનદર્શનમાં તત્વ સામાન્ય માટે આ બધા શબ્દોનો પ્રયોગ થયો છે. જૈનદર્શન તત્વ અને સત્ ને એકર્થક માને છે. બંનેમાં કોઈ ભેદ નથી. તે ઉમાસ્વાતિજીના ‘તત્વાર્થસૂત્ર' નાં સત દ્રવ્યનક્ષત સૂત્રથી સિદ્ધ થાય છે. જૈન વાડમયમાં વિભિન્ન અપેક્ષાએ દ્રવ્યનું લક્ષણ નિશ્ચિત કરવામાં આવ્યું છે. (૧) “
ગુમાસમો જે ગુણોનું આશ્રયસ્થાન છે, તે દ્રવ્ય છે; અનંત ગુણોનો
પિંડ તે દ્રવ્ય છે. તેને જ સ્પષ્ટ કરતાં તત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે, (૨) “ત્પાદ્રવ્ય પ્રૌવ્યયુi સત છે જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે. તે સત
છે. તે દ્રવ્ય છે. પ્રત્યેક પદાર્થ ઉત્પન્ન થાય છે. નષ્ટ થાય છે અને સ્થિર રહે છે. –
ऊप्पन्नेइ वा, विगमई वा, धुवड़वा ।' (૩) ગુખ પર્યાયવત્ દ્રવ્યમ જે ગુણ અને પર્યાયવાન છે તે દ્રવ્ય છે.
સંક્ષેપમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય નામ, સંખ્યા અને લક્ષણની દ્રષ્ટિએ જુદા પડે છે. ત્રણેનાં નામ અલગ અલગ છે. દ્રવ્યની સંખ્યા છ છે, જ્યારે તેના ગુણો અને પર્યાયોની સંખ્યા અનંત છે. દ્રવ્ય જુદા જુદા પદાર્થોમાં ગમન કરે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ આ છ દ્રવ્યરૂપ લોક છે. મુખ્ય દ્રવ્ય જીવ અને અજીવ છે. (૧) ધર્માસ્તિકાય દ્રવ્ય : -
ગતિમાં સહાયક થવું એ ધર્માસ્તિકાયનું લક્ષણ છે. સર્વવ્યાપી છે. અરૂપી છે. નિત્ય સ્થિત છે. ગતિનો અર્થ છે એક સ્થાનથી બીજા સ્થાનમાં જવાની ક્રિયા. ધર્માસ્તિકાય આ ગતિ યા ક્રિયામાં સહાયક છે. માછલી સ્વયં તરે છે. આ ક્રિયા પાણી વિના શક્ય નથી. પાણી તરવામાં સહાયક છે. (૨) અધર્માસ્તિકાય દ્રવ્ય :
સ્થિતિમાં સહાયક થવું એ અધર્માસ્તિકાયનું લક્ષણ છે. અધર્માસ્તિકાય પણ સમસ્ત લોકવ્યાપી છે. અરૂપી છે. નિત્ય સ્થિત છે. જેમ વૃક્ષની છાયા મુસાફરને વિશ્રામ કરવામાં સહાયક બને છે. તેમ અધર્માસ્તિકાય દ્રવ્ય જીવ અને પુદગલને સ્થિતિ કરવામાં સહાયક બને છે.
-
2
-