________________
(૩) કરુણા ભાવના....
વિશ્વમાં આતંકવાદ જે રીતે વકરી રહ્યો છે. હાલમાં જ મુંબઈમાં બોમ્બ બ્ાસ્ય થયો. . કેટલાય મરાયા તો કેટલાય ઘવાયા. આમાં સામાન્ય પ્રજાનો શો વાંક? તેઓમાં દયા, કરુણા દ્રષ્ટિ આવે તો આવા બનાવો ઘટી શકે છે. કરુણા ભાવનાથી જે જીવ વાસિત થયેલો હોય તે સૌના સુખ-શાંતિ-સ્વાથ્યનો વિચાર કરશે. કરુણાભાવનામાં શાંત રસ છે. કરુણા ભાવનાનો વિકાસથી જ વિશ્વમાં શાતિની સ્થાપના થઈ શકે..! (૪) માધ્યસ્થ ભાવના
માધ્યસ્થ ભાવના એટલે કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈ પરિસ્થિતિમાં કે કોઈ વસ્તુ માટે. ન રાગ.. ન ષ... પ્રમોદમાં અન્યનાં ગુણો જોઈ આનંદવાની વાત છે. તો માધ્યસ્થમાં અન્યના દોષોની ઉપેક્ષા કરવાની વાત છે. આજની સમસ્યાઓ જોતા અન્યનાં દોષોની ઉપેક્ષા એ પણ શાંતિનો સંદેશ આપે છે...!
આમ ભાવના એ પણ યોગ છે. ભાવનાયોગ વિશેષતઃ કર્મના સંવરની સાધના છે. જ્યારે ધ્યાનયોગ કર્મની નિર્જરાની સાધના છે. સાધક માટે આરાધનાના માર્ગમાં સંવર અને નિર્જરા બંનેનું ખૂબ જ મહત્વ છે. શુધ્ધ ચિત્ત વિના ધ્યાનની સિધ્ધિ નથી અને ચિત્તની શુધ્ધિ માટે સરળ સાધન ભાવના છે. ધ્યાનયોગ સહુને માટે સુલભ નથી. પરંતુ ભાવના યોગ સહુ કોઈને સુલભ છે.
સહુ પ્રાણી આ સંસારના સન્મિત્ર મજ વ્હાલા થજો,
સદગુણમાં આનંદ માનું મિત્ર કે વેરી હજો, દ:ખિયા પ્રતિ કરણા અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ-ભાવના પ્રભુ ચાર આ પામો હૃદયમાં સ્થિરતા.
આત્મશુધ્ધિનો માર્ગ સામાયિક
યોગશતક ગ્રંથના અધ્યયનમાં સામાયિકનું વર્ણન આવતાં એ વિચારો આવે છે કે સામાયિક અર્થાત સમતાભાવની પ્રાપ્તિ. જો દરેક વ્યક્તિ પોતાની દિનચર્યાની પ્રવૃત્તિમાં સમભાવ કેળવે તો આત્મશુધ્ધિ તરફ વિકાસ પામે છે. તીર્થકર મહાવીરે પોતાની સાધનાની શરૂઆત જ સમભાવથી કરી હતી. હર એક પળ સમત્વની સાધના દ્વારા ક્રમશઃ કર્મોની નિર્જરા કરતા કરતા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી.
આજની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે સામાયિક એક યંત્રવત વિધિથી જ અટકી છે. તે અંતર્મુખી કે સમભાવની સાધનાથી વંચિત જ રહી છે. આ ગ્રંથથી એવો સંદેશ મળે છે કે સામાયિક તો જીવનની દરેક પરિસ્થિતિમાં આદરવા જેવી છે. જેથી કર્મનિર્જરા માટે આ એક
98