________________
વર્તમાન સંદર્ભમાં જોઈએ તો રાજકારણમાં કેટલા કાવાદાવા ચાલી રહેલા રોજના વર્તમાન પત્રમાં સમાચાર જાણવા મળે છે. નેતાઓ બીજા પક્ષ સાથે તો પક્ષપાત રાખે જ છે. પરંતુ તેઓ પોતે પણ પક્ષ બદલી નાખે છે. જો દરેક પક્ષ વચ્ચે નિષ્પક્ષપાતનું વલણ આવે તો સમાજ - રાષ્ટ્રમાં કેટલી સંવાદિતા જળવાય. તેવી જ રીતે નાત - જાતનાં વાડાઓ બંધાઈ ગયા છે. હિંદુ-મુસલમાન, શીખ, ઈસાઈ વચ્ચે ખેલદિલી પૂર્વક એકતા જાળવે અને ભાઈચારો કેળવે તો આ બધી કિન્નાખોરી, કલહનો અંત આવી શકે તેમજ કેવી સુંદર કોમી એકતા રહે... • મૈત્રી આદિ ચાર યોગભાવના દ્વારા વિશ્વશાંતિનો સંદેશ....
વર્તમાનમાં માનવી કુદરતી આફતો અને માનવસર્જીત આપત્તિઓ વચ્ચે મુંઝવણમાં જીવી રહ્યો છે. કુદરતી આફતો જેમ કે ગ્લોબલ વોર્મિંગ, સુનામી, ધરતીકંપ, દુષ્કાળ, અતિવૃષ્ટિ, ટોનેડ વગેરે તેમજ માનવસર્જિત આપત્તિઓ જેમ કે આતંકવાદ, ચોરી, લૂંટફાટ, કોમી તોફાન, રાજકારણનાં કાવાદાવા, વધુ પડતી વધતી મોંઘવારી વગેરે સામાન્ય પ્રજાને ખૂબ પીડા આપી રહી છે. ત્યારે મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યસ્થ ચારે યોગભાવનાઓ જીવનમાં ખૂબ જરૂરી બની જાય છે. આ ભાવનાઓ સમાજલક્ષી અને સંસારનાં જીવમાત્ર સાથેના વ્યવહારની છે. આ ભાવનાઓથી દુનિયામાં સમાજમાં એકબીજા સાથેનો વ્યવહારમાં શાંતિનું વાતાવરણ શક્ય બની શકે છે. (૧) મૈત્રી ભાવના
મૈત્રી ભાવના એવો સંબંધ છે કે જે સર્વ સાથે સ્થાપિત થઈ શકે. દુનિયાનાં દેશો એકબીજા સાથે મિત્રતા રાત્રે તેમજ ભારતમાં પણ અંદરોઅંદર એકબીજા રાજ્ય સાથે પણ મૈત્રીભાવના દ્વારા સંબંધો દ્રઢ થાય તેમજ રચનાત્મક કાર્યોમાં પણ વિકાસ થાય, સમાજનું સંગઠન મજબૂત થાય અને મૈત્રી દ્વારા વેર - વિગ્રહો શાત થતા જાય છે. બધાને એકબીજા સાથે પ્રેમભરી ભાવના કેળવાય છે. જે દરેક માટે ખૂબ લાભદાયી છે. (૨) પ્રમોદ ભાવના...
પ્રમોદ ભાવના દ્વારા દ્વેષભાવ ઘટે છે. દુનિયામાં સ્વભાવિક છે કે લોકો પોતાના દોષ સ્વીકારવા જ તૈયાર નથી હોતા ત્યારે આ દોષો ઘટાડવાનું નિરાકરણ પ્રમોદભાવના દ્વારા આવે. પ્રમોદ ભાવના ગુણગ્રાહી ભાવના છે. પ્રમોદ ભાવના જીવનમાં ઘુંટવાથી બીજાના ગુણો જોવાની દ્રષ્ટિનો વિકાસ થાય છે, અને બીજાના ગુણો જોવાની દ્રષ્ટિનો વિકાસ થાય ત્યારે સહજભાવે હદયનો ઉલ્લાસ પણ થતો રહે છે. આ ભાવના દ્વારા અશુભ કર્મબંધન અટકે છે.
91