________________
એક દ્રઢ સંકલ્પ કરેલ કે જે પણ વ્યક્તિ કે જેઓ જ્ઞાની ગર્ભિત હોય અને તેમના દ્વારા પોતાની - હરિભદ્રજીની સમજમાં ન આવે તો તેમના શિષ્ય બની જવું તેવો નિર્ણય લીધેલ. અને એ આવા નિર્ણય પર ટકી રહ્યા. એકવાર જ્યારે વિચરતા હતા. નજીકના ઉપાશ્રયમાંથી યાકિની મહત્તરા ગાથા ઉચ્ચારતા હતા. ત્યારે તે ગાથાનો અર્થ તેમની સમજમાં ન આવતા તેઓ એ જ સમયે નમ્રતા પૂર્વક ભાવથી તેમના શિષ્ય થવાની વિનંતી કરી. આ છે એમના જીવનનો એક મહાન ગુણ.....!
આજના સંદર્ભમાં આ ગુણ કેટલો ઉપયોગી છે. આવી સરળતા અને નમ્રતા દ્વારા સમાજમાં સંવાદિતા સ્થાપિત થઈ શકે છે. અત્યારે જે કાવાદાવા, હુંસાતુંસી, વાદવિવાદ જોવા મળે છે. થોડા પણ જ્ઞાનથી ગર્વ ભરાય જાય છે તેની જગ્યાએ સાલસતા પ્રગટ થઈ શકે છે. (૨) સ્ત્રીનું સન્માન...
યાકિની મહત્તરા પોતે જ સાધ્વીજી હતા. તેમની ગાથાનો અર્થ બ્રાહ્મણ હરિભદ્રજીને નહી સમજાતાં વિનમ્રતાથી તેમની પાસે ગયા. ગાથાનો અર્થ સમજ્યા અને તે સાથે વિનયપૂર્વક તેમના શિષ્ય બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. આ જ દર્શાવે છે કે એક જૈન સ્ત્રી સાધ્વીજી પાસે પણ હરિભદ્રસૂરિજીની કેટલી વિનમ્રતા, અને તે પ્રસંગ બાદ પોતે વિદ્વાન બ્રાહ્મણ હોવા છતાં મહત્તરાજીનાં ગુરૂદેવ શ્રી જિનદત્તસૂરિજી પાસે જૈન પ્રવજ્યા અંગીકાર કરી. તદુપરાંત સાધ્વીજી પ્રત્યેનું ઋણ અદા કરવા તેઓ યાકિનીજીનાં “ધર્મપુત્ર તરીકે ગણાવી આદર સન્માન કર્યું. શ્રી
હરિભદ્રસૂરિજી એ પોતાની પ્રત્યેક સાહિત્યકૃતિમાં “યાકિની મહત્તરાસૂનુ (પુત્ર) તરીકે ઓળખાવી - તે સર્જન સાધ્વીજીને અર્પણ કર્યું, ધન્ય છે આવા મહાન આત્માને..!
આજની વર્તમાન પરિસ્થિતિમાં સ્ત્રીનું માન ઘણું જ ઓછું જોવા મળે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સ્ત્રીઓ, ઘર, બાળકો અને પરિવારની સંભાળ સાથે સાથે ખેતરે જઈને પતિને પણ મદદ કરે છે છતાં પણ સ્ત્રીની માનહાનિ કરવામાં પુરૂષ વિચાર સરખો પણ કરતો નથી. તેમજ શહેરોમાં પણ દહેજપ્રથાને કારણે સ્ત્રીને સન્માનની વાત તો દૂર રહી પરંતુ તેમનું શોષણ એટલી હદે કરે છે કે, શારીરિક-માનસિક-આર્થિક ત્રાસ આપ્યા બાદ પણ કેટલાક કિસ્સામાં તો બાળી પણ નાખવામાં આવે છે. બીજી પણ કરુણજન્ય પરિસ્થિતિ એ જોવા મળે છે કે ગર્ભમાં જ જો બાળકી હોય તો તેનો જન્મ થયા પહેલા જ તેનો ગર્ભપાત કરાવી દેવામાં આવે છે, કેવી છે આ કરુણજન્ય સ્થિતિ...! (૩) નિષ્પક્ષતા..
શ્રી સૂરિજીની જૈનધર્મ પ્રત્યેની શ્રધ્ધા ઉંડાણપૂર્વક હતી. તેમના યોગ વિષયક ગ્રંથોમાં પતંજલિ યોગ અને બૌદ્ધ દર્શન યોગનો પણ નિષ્પક્ષપાત થી સમન્વય કરેલ છે.
-- 96 -